Ravindra Jadeja

Ravindra Jadeja Record: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર માત્ર બીજો ભારતીય ક્રિકેટર

Ravindra Jadeja Record: કપિલ દેવ પછી ODIમાં 200 વિકેટ અને 2,000 રન પાર કરનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો જાડેજા…

ખેલ ડેસ્ક, 16 સપ્ટેમ્બરઃ Ravindra Jadeja Record: ક્રિકેટ ઓલરાઉન્ડરમાં રવિન્દ્ર જાડેજાના નામે એક નવો રેકોર્ડ જોડાયો છે. તે કપિલ દેવ પછી ODIમાં 200 વિકેટ અને 2,000 રન પાર કરનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. તેણે બાંગ્લાદેશ સામેની સુપર 4 મેચમાં તેની 200મી વિકેટ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજાના નામે ODI ક્રિકેટમાં 123 ઇનિંગ્સમાં 2,578 રનનો રેકોર્ડ હતો. તેણે શુક્રવારે પ્રેમદાસા સ્ટેડિયમમાં શમીમ હુસૈનની વિકેટ લઈને 200નો આંકડો પણ પાર કર્યો હતો.

આ ખાસ રેકોર્ડ જાડેજાના નામે નોંધાયેલા છે

સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા વર્તમાન ભારતીય ટીમમાં મહત્વનો ઓલરાઉન્ડર છે. બોલર તરીકે પણ તેનું પ્રદર્શન સારું છે. કારણ કે, તે 200 ODI વિકેટનો આંકડો પાર કરનારો માત્ર સાતમો ભારતીય બોલર છે. આ પહેલા અનિલ કુંબલે (337), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (282) અને કપિલ દેવ (252) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જાડેજા હવે આવા દિગ્ગજોની હરોળમાં જોડાઈ ગયો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાએ 8 ફેબ્રુઆરી 2009ના રોજ કોલંબોમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે તેનુ ODI ડેબ્યૂ કર્યું હતી. તેણે અત્યાર સુધીમાં 181 વનડેની 123 ઇનિંગ્સમાં 32.22ની એવરેજ અને 84.27ની સ્ટ્રાઇક રેટથી 2,578 રન બનાવ્યા છે. તેણે 67 ટેસ્ટની 128 ઇનિંગ્સમાં 275 વિકેટ લીધી છે અને 98 ઇનિંગ્સમાં 2,804 રન બનાવ્યા છે. તેણે 64 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 51 વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટમાં 457 રન પણ બનાવ્યા છે.

આ પણ વાંચો… Vande Bharat Express: રેલવેનો મોટો ખુલાસો! વંદે ભારત સ્લીપર કોચ અને વંદે મેટ્રો આ મહિનાથી શરૂ કરવામાં આવશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો