Faf du Plessis and Virat Kohli

RCB win first match in IPL 2023: પહેલી જ મેચમાં કોહલી-ડુપ્લેસિસનો તરખાટ, આરસીબીની જીતથી બન્યા આ રેકોર્ડ્સ

RCB win first match in IPL 2023: આ મેચમાં કોહલીએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 82 રનની ધમાકેદાર ઇનિંગ રમી

ખેલ ડેસ્ક, 03 એપ્રિલ: RCB win first match in IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023ની તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે માત્ર 16.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

ટીમ માટે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે રેકોર્ડ બ્રેક ભાગીદારી નોંધાઈ હતી. બંનેએ 89 બોલનો સામનો કર્યો અને 148 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ મેચના અંત સુધી 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા.

વિરાટે રમી શાનદાર ઇનિંગ

IPL 2023ની પહેલી જ મેચમાં વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઈ સામે રમાયેલી આ મેચમાં કોહલીએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 82 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગથી કિંગ કોહલીએ બતાવ્યું કે તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. કોહલીએ IPLના ઈતિહાસમાં પોતાની 45મી અડધી સદી ફટકારી હતી.

આ મેચમાં કેટલાક રેકોર્ડ બન્યા

બેંગ્લોર અને મુંબઈ વચ્ચે રમાયેલી આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં મુંબઈ IPL સિઝનની શરૂઆતની મેચમાં 11મી વખત હારી ગયું હતું. આ મેચ દ્વારા RCBએ મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લી 6 મેચોમાં 5મી જીત મેળવી છે.

કોહલી અને ફાફ ડુ પ્લેસિસે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલના ઈતિહાસમાં પાંચમી સૌથી મોટી ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 148 રન જોડ્યા હતા. આ મેચમાં દિનેશ કાર્તિકે વિકેટકીપર તરીકે પોતાની T20 કારકિર્દીના 200 કેચ પૂરા કર્યા હતા.

તિલક વર્માએ ટીમને સારા ટોટલ સુધી પહોંચવામાં મદદ કરી

મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. MI માટે તિલક વર્માએ અણનમ 85 રનની ઇનિંગ રમી હતી.  તેણે 182.61ના સ્ટ્રાઇક રેટથી 46 બોલમાં રન બનાવ્યા. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ ટીમને સારા ટોટલ સુધી પહોંચવામાં મદદ કરી.

આ સિવાય છઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે નેહલ વાઢેરાએ 13 બોલમાં 21 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

આ સાથે જ નવમા નંબર પર બેટિંગ કરવા આવેલા અરશદ ખાને 9 બોલમાં 1 સિક્સરની મદદથી 15* રન બનાવ્યા અને ટીમના ઓપનર ઈશાન કિશને 13 બોલમાં 10 રન જોડ્યા. બાકીના બેટ્સમેનો ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. જેમાં રિતિક શોકીને 5, કેમરૂન ગ્રીને 5, ટિમ ડેવિડે 4 અને કેપ્ટન રોહિત શર્માએ 10 બોલમાં માત્ર 1 રન બનાવ્યો હતો.

આરસીબીએ એકતરફી મેચ જીતી હતી

ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી આ મેચમાં RCBએ એકતરફી જીત નોંધાવી હતી. 172 રનનો પીછો કરતા આરસીબીએ 8 વિકેટે મેચ જીતી લીધી હતી. ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી સિવાય ગ્લેન મેક્સવેલે 3 બોલમાં 2 સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: Porbandar-dadar saurashtra express: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં લાગશે 4 વધારાના કોચ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો