RCB Won WPL 2024

RCB Won WPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024 સીઝનમાં ઈતિહાસ રચ્યો- વાંચો વિગત

RCB Won WPL 2024: રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સ (DC) ને 8 વિકેટથી હરાવીને ખિતાબના દુકાળનો અંત લાવ્યો

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 18 માર્ચઃ RCB Won WPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024 સીઝનમાં ઈતિહાસ રચી દીધો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સ (DC) ને 8 વિકેટથી હરાવીને ખિતાબના દુકાળનો અંત લાવ્યો હતો. સ્મૃતિ મંધાનાના સુકાન હેઠળની RCB ટીમની છોકરીઓએ એ કરી બતાવ્યું જે વિરાટ કોહલી એન્ડ બ્રિગેડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16 સીઝનમાં પણ ન કરી શક્યા.

ઉલ્લેખનીય છે કે, WPLની આ બીજી સિઝન હતી, જે RCB જીતી ગઇ છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. બંને વખત દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આરસીબીની મહિલા ટીમના ખિતાબ જીતવાની સાથે જ આઈપીએલમાં કોહલી અને બ્રિગેડ પર દબાણ વધશે તે ચોક્કસ છે. 

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની ફાઇનલમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી આખી ટીમ 18.3 ઓવરમાં 113 રન પર જ સિમિત થઈ ગઈ હતી. દિલ્હી માટે શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 23 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે 4 અને સોફી મોલિનેક્સે 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ Numbness in Legs: જો તમને પણ વારંવાર હાથે-પગે ખાલી ચઢી જતી હોય તો ટ્રાય કરો આ ઉપાય

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો