Ross Taylor Retirement

Ross Taylor Retirement: વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીએ અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા માટે અલવિદા કહ્યું- વાંચો વિગત

Ross Taylor Retirement: રોસ ટેલરએ નેધરલેન્ડ સામે ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સોમવારે હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ તરફથી પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેમણે 14 રન બનાવ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 એપ્રિલઃRoss Taylor Retirement: સમગ્ર દુનિયાના ક્રિકેટ ચાહકો પર અત્યારે IPL 2022નુ ઝૂનુન ચઢેલુ છે. આ દરમિયાન વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીએ અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા માટે અલવિદા કહી દીધુ છે. આ દિગ્ગજ ક્રિકેટરના અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સમાચાર સામે આવતા ચાહકોને આંચકો લાગ્યો છે.  

ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર રૉસ ટેલરે ઈન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે અલવિદા કરી દીધુ છે. જેનાથી તેમના ફેન્સ ઘણા નિરાશ છે. પોતાના કરિયરના આખિરી મેચ દરમિયાન રૉસ ટેલર ખૂબ રડ્યા. રોસ ટેલરએ નેધરલેન્ડ સામે ત્રીજી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સોમવારે હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ તરફથી પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેમણે 14 રન બનાવ્યા. દર્શકોએ ઉભા થઈને રોસ ટેલરનુ અભિવાદન કર્યુ.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો જીવ ગણાતા રૉસ ટેલર પોતાના કરિયરની છેલ્લી મેચ પહેલા ખૂબ રડ્યા. નેધર લેન્ડ સામે હેમિલ્ટનમાં ત્રીજી વન ડે મેચ પહેલા રાષ્ટ્રગાન દરમિયાન રૉસ ટેલરના આંસુ છલક્યા. જે બાદ તેમણે સાથીઓને સંભાળ્યા. આ દરમિયાન ટેલરની સાથે તેમની પત્ની અને બાળકો પણ હાજર હતા.

આ પણ વાંચોઃ Good news at Bharti and Debina’s house: ભારતીએ આપ્યો દિકરાને જન્મ, દેબિનાના ઘરે દિકરીનું આગમન- ગુરમીતે લાડલીનો વીડિયો કર્યો શેર

રૉસ ટેલરનુ નેધરલેન્ડ સામે આ મેચ ન્યુઝીલેન્ડ માટે 450મી અને છેલ્લી મેચ હતી, જેણે તેમના 16 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરનો પણ અંત થઈ ગયો. આ 38 વર્ષીય બેટ્સમેનએ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તે પોતાના ઘરેલૂ મેદાન હેમિલ્ટન પર અંતિમ મેચ રમીને ક્રિકેટને અલવિદા કહેવા માગતા હતા.

રાષ્ટ્રગાન દરમિયાન રૉસ ટેલરના બાળકો મેકેંજી, જોંટી અને એડિલેડ તેમની સાથે ઉભા હતા જ્યારે રૉસ ટેલર મેદાન પર ઉતર્યા અને પાછા ફર્યા તો નેધરલેન્ડના ખેલાડીઓએ તેમની બંને તરફ ઉભા થઈને તેમને સન્માન આપ્યુ. રૉસ ટેલરે વર્ષ 2006માં ન્યૂઝીલેન્ડ માટે પોતાની પહેલી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

આગામી વર્ષે તેમણે પોતાની પહેલી ટેસ્ટ રમી. રૉસ ટેલરે 112 ટેસ્ટ મેચમાં 19 સદીની મદદથી 7,683 રન બનાવ્યા. ટેલરે 236 વન ડે ઈન્ટરનેશનલ મેચમાં 8,593 રન અને 102 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 1,909 રન બનાવ્યા. ટેલર દુનિયાના એકમાત્ર ખેલાડી છે, જેમણે ત્રણેય પ્રારૂપમાં 100થી વધારે ઈન્ટરનેશનલ મેચ રમી છે.

આ પણ વાંચોઃ Pakistan Political Crisis: આખરે પાક વડાપ્રધાનના પદ પરથી હટાવાયા, કેબિનેટ સચિવાલયે જાહેરનામું બહાર પાડ્યું

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.