shikhar dhavan

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમનુ મોટુ એલાન, શિખર ધવન(Shikhar dhawan)ને સોંપવામા આવી કેપ્ટશિપ- વાંચો સંપૂર્ણ અહેવાલ

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 જૂનઃ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમનુ એલાન ગુરૂવારે કરવામાં આવ્યુ. શિખર ઘવ(Shikhar dhawan)નને શ્રીલંકા પ્રવાસ માટે ટીમના કપ્તાન બનાવાયા છે. ઓલ ઈંડિયા સીનિયર સિલેક્શન કમિટીએ ટીમનુ એલાન કર્યુ. ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ટીમનુ ઉપકપ્તાન બનાવ્યો છે.

Whatsapp Join Banner Guj

ભારતીય ક્રિકેટ ટીમ 13 થી 25 જુલાઈ વચ્ચે શ્રીલંકામાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચની શ્રેણી રમશે.20 સભ્યની ભારતીય ટીમમાં નીતીશ રાણાને પહેલીવાર ટીમમાં સ્થાન મળ્યુ છે. આ ઉપરાંત દેવદત્ત પડિક્કલ અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સ્થાન મળ્યુ છે. શ્રીલંકાના પ્રવાસ માટે પસંદગી પામેલી ટીમમાં સૌથી ચોંકાવનારી ઝડપી બોલ ચેતન સકારિયાનો છે.

ટીમમાં ઓલરાઉંડર કૃષ્ણા ગૌતમને પણ સામેલ કરવામાં આવ્યો છે. ટીમ ઈંડિયાએ 4 નેટ બોલરોને પણ શ્રીલંકાના પ્રવાસ માટે પસંદ કર્યા છે. ઈશાન પોરેલ, સંદીપ વારિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરનજીતને નેટ બોલરના રૂપમાં ટીમમાં સ્થાન મળ્યુ છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમઃ શિખર ધવન(Shikhar dhawan- કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, કૃષ્ણ ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા

આ પણ વાંચો….

માઈક્રોસોફ્ટ આ મહિને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન WINDOWS 11 આ તારીખ થશે લોન્ચ, જાણો શું છે ખાસ?

ADVT Dental Titanium