Sourav Ganguly Rohit Sharma

Sourav Ganguly On Rohit Sharma Captaincy: સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટનશીપ વિશે કર્યો મોટો ખુલાસો, આપી હતી આ ‘ધમકી’…

Sourav Ganguly On Rohit Sharma Captaincy: રોહિત શર્મા કેપ્ટન બનવા માંગતો ન હતો કારણ કે તેના પર તમામ ફોર્મેટ રમવાનું દબાણ હતુંઃ સૌરવ ગાંગુલી

  • મેં તેમને કહ્યું કે તારે હા પાડવી જ પડશે નહીંતર હું તારું નામ કેપ્ટન તરીકે જાહેર કરીશઃ ગાંગુલી

ખેલ ડેસ્ક, 11 નવેમ્બરઃ Sourav Ganguly On Rohit Sharma Captaincy: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જારી છે. તાજેતરમાં ટીમે એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો હતો અને હવે વર્લ્ડકપ 2023 જીતવા તરફ આગળ વધી રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સતત આઠ મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

દરેક લોકો રોહિતની કેપ્ટનશિપના વખાણ કરી રહ્યા છે. એક બેટ્સમેન તરીકે પણ તે ખૂબ જ સારા ફોર્મમાં છે. આ દરમિયાન નેધરલેન્ડ સામેની મેચ પહેલા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટનશીપ વિશે મોટો ખુલાસો કર્યો છે. આવો જાણીએ પૂર્વ કેપ્ટને શું કહ્યું…

સૌરવ ગાંગુલીએ એક ટીવી શો સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, શરુઆતમાં “રોહિત શર્મા કેપ્ટન બનવા માંગતો ન હતો કારણ કે તેના પર તમામ ફોર્મેટ રમવાનું દબાણ હતું. એક સમય એવો આવ્યો જ્યારે મેં તેમને કહ્યું કે તારે હા પાડવી જ પડશે નહીંતર હું તારું નામ કેપ્ટન તરીકે જાહેર કરીશ. મને ખુશી છે કે તેણે સારો નિર્ણય લીધો. તે સારી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તમે પરિણામો જોઈ શકો છો.”

ખબર હોય કે, વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને કમાન સોંપવામાં આવી હતી. આ પછી રોહિત શર્માને વનડે ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી હતી. રાષ્ટ્રીય પસંદગીકારો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટ માટે કેપ્ટનની શોધ કરી રહ્યા હતા .જો કે કોહલી વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરવા માંગતો હતો પરંતુ બોર્ડ નવો કેપ્ટન જોવા માંગતો હતો.

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી હાર્યા બાદ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી, ત્યારબાદ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે (2022), કોહલીએ કેપ્ટન્સી છોડી દીધી હતી અને ત્યારથી રોહિત ટીમની કમાન સંભાળી રહ્યો છે. જો કે તે છેલ્લા T20 વર્લ્ડ કપથી T20 ટીમનો નિયમિત સુકાની રહ્યો નથી, પરંતુ મોટાભાગના પ્રસંગોએ હાર્દિક પંડ્યાને તેના સ્થાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો… Terrorist Akram Ghazi Killed: ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં થયો ઠાર, જાણો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો