Terrorist Akram Ghazi

Terrorist Akram Ghazi Killed: ભારતનો વધુ એક દુશ્મન પાકિસ્તાનમાં થયો ઠાર, જાણો વિગતે…

Terrorist Akram Ghazi Killed: લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ગાઝીને પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વાના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી

નવી દિલ્હી, 11 નવેમ્બરઃ Terrorist Akram Ghazi Killed: ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, અકરમ ગાઝીને પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વાના બાજૌરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, પ્રાંતીય રાજધાની પેશાવરથી લગભગ 132 કિમી ઉત્તરે આવેલા ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં બાઇક સવાર બદમાશો દ્વારા ગાઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે ગાઝાની હત્યા સંગઠન અને તેના સ્થાનિક પ્રતિસ્પર્ધીઓના આંતરિક સંઘર્ષને કારણે થઈ હતી. પાકિસ્તાની એજન્સીઓ ગાઝીની હત્યાની તપાસ કરી રહી છે.

2018 થી 2020 સુધી, અકરમ ગાઝી લશ્કર-એ-તૈયબાના ભરતી સેલનો વડા પણ હતો. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવામાં તેની મહત્વની ભૂમિકા હતી.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં ભારતના દુશ્મનની આ સતત બીજી હત્યા છે. ત્રણ મહિનાથી ઓછા સમયમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની આ ત્રીજી નોંધપાત્ર હત્યા છે. સપ્ટેમ્બરમાં, લશ્કરના કમાન્ડર રિયાઝ અહેમદને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટ વિસ્તારમાં અલ કુદ્દુસ મસ્જિદની બહાર માર્યો ગયો હતો.

આ પણ વાંચો… Kali Chaudas Puja Tips: આજે કાળી ચૌદશના દિવસે આ રીતે કરો પૂજા, મળશે માતા કાલીના આશીર્વાદ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો