Sushil kumar image

રેસલર સાગર હત્યા કેસઃ સુશીલ કુમાર(sushil kumar)ને નહીં મળે સરળતાથી જામીન, દિલ્હી પોલીસ એક્શન મોડમાં..!

નવી દિલ્હી, 31 મેઃsushil kumar: રેસલર સાગરની હત્યાના કેસમાં સુશીલ કુમાર વિરૂદ્ધ આકરા પગલા ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હી પોલીસ સુશીલ કુમાર પર મકોકા લગાવી શકે છે. જાણવા મળ્યા મુજબ પોલીસ સુશીલ કુમાર(sushil kumar) વિરૂદ્ધ મકોકા અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મકોકાની કાર્યવાહી સંગઠિત ગુનો કરનારા વિરૂદ્ધ થાય છે.

Whatsapp Join Banner Guj

મકોકા લાગ્યા બાદ સુશીલ કુમારને સરળતાથી જામીન નહીં મળી શકે. મકોકા કાયદો એટલો આકરો છે કે તે લાગ્યા બાદ સુશીલ કુમારને સરળતાથી જામીન નહીં મળી શકે. મકોકા બાદ ઉંમરકેદ સુધીની સજાની જોગવાઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજધાનીના ટોચના ગેંગસ્ટરમાં સામેલ કાલા જઠેડી અને નીરજ બવાના સાથેના સંબંધોને લઈ સુશીલ કુમાર(sushil kumar)ની વિશે માહિતી એકત્રિત કરવાની શરૂ કરી દીધી છે. એવો આરોપ છે કે સુશીલ છેલ્લા કેટલાક સમયથી આ બંને ગેંગસ્ટરને લોકોની હેસિયત અને તેમના કામકાજની જાણકારી આપતો હતો.

ADVT Dental Titanium

પોલીસના મતે તો સુશીલ(sushil kumar)ની ભૂમિકા પૂર્વ એમએલએ રામવીર શૌકીન જેવી હતી જે પડદા પાછળ રહીને પોતાના ગેંગસ્ટર ભાણા નીરજ બવાના માટે કામ કરતો હતો. રામવીર શૌકીન પણ હાલ જેલમાં છે.પોલીસના કહેવા પ્રમાણે 2018ના વર્ષમાં સુશીલ અને ગેંગસ્ટર્સ વચ્ચે ગઠબંધન થયું હતું. પરંતુ રેસલર સાગરની હત્યા દરમિયાન સુશીલે નીરજ બવાના અને અસૌડા ગેંગની મદદ લઈને કાલા જઠેડીના ભત્રીજા સોનૂ સાથે પણ મારપીટ કરી હતી. આ કારણે જઠેડી અને સુશીલ વચ્ચેના સંબંધોમાં તિરાડ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુશીલ કુમાર ઓલમ્પિક મેડલ વિજેતા રહી ચૂક્યો છે.

આ પણ વાંચો….

વડાપ્રધાનનું Mann ki baat દ્વારા દેશને સંબોધન, કહ્યું- ભારત હવે કોઈના દબાણથી નહીં પોતાના સંકલ્પથી ચાલે છે..!