PM Modi image

વડાપ્રધાનનું Mann ki baat દ્વારા દેશને સંબોધન, કહ્યું- ભારત હવે કોઈના દબાણથી નહીં પોતાના સંકલ્પથી ચાલે છે..!

નવી દિલ્હી, 31 મેઃMann ki baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ મારફત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમની ૭૭મી આવૃત્તિમાં વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી, તાઉતે અને યાસ વાવાઝોડાનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને જણાવ્યું કે દેશની જનતા પૂરી તાકત સાથે આ આપત્તિ સામે લડી રહી છે. તેમણે આ આપત્તિઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હવે ભારત બીજા દેશોના વિચાર અને તેમના દબાણ હેઠળ નહીં, પરંતુ પોતાના સંકલ્પથી ચાલે છે. આજે ૩૦મી મેના રોજ આપણે ‘મન કી બાત’(Mann ki baat) કરી રહ્યા છીએ અને સંયોગથી આ સરકારના ૭ વર્ષ પૂરા થવાનો પણ સમય છે. આ વર્ષોમાં દેશ ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ના મંત્ર પર ચાલ્યો છે.

Mann ki baat: એનડીએ સરકારના સાત વર્ષોમાં દેશે અનેક એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે આપણા માટે ગૌરવ સમાન બાબત છે. દેશમાં કોરોના ફેલાવાની શરૂઆત થઈ ત્યારે માત્ર એક જ ટેસ્ટિંગ લેબ હતી, પરંતુ આજે અઢી હજારથી વધુ લેબ કામ કરી રહી છે. શરૂઆતમાં એક દિવસમાં કેટલાક સો ટેસ્ટ જ થઈ શકતા હતા, હવે ૨૦ લાખથી વધુ ટેસ્ટ એક દિવસમાં થઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૩ કરોડથી વધુ સેમ્પલ્સની તપાસ થઈ ગઈ છે.

Whatsapp Join Banner Guj

આ મહામારી છતાં ખેડૂતોએ વિક્રમી ઉત્પાદન કર્યું છે. સાથે જ આ વખતે દેશે વિક્રમી સ્તરે પાકની ખરીદી પણ કરી છે. આ વખતે અનેક જગ્યાઓ પર સરસવ માટે ખેડૂતોને એમએસપી કરતાં પણ વધુ ભાવ મળ્યા છે. કિસાન-રેલ અત્યાર સુધીમાં અંદાજે ૨ લાખ ટન ઉપજનું પરીવહન કરી ચૂકી છે. હવે ખેડૂત ખૂબ જ ઓછી કિંમતે ફળ, શાકભાજી, અનાજ દેશના દૂર-સુદૂર ભાગમાં મોકલી શકે છે. આ મહામારી છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌથી મોટી અને ભયાનક છે. આ મહામારી વચ્ચે ભારતે કુદરતી આપત્તિઓનો પણ મજબૂતીથી સામનો કર્યો છે

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’(Film Pruthviraj) પર કરણી સેનાની નજર, જાણો આ કારણે વ્યક્ત કરી છે આપત્તિ