ICC T20 World Cup 2022 indian team

T20 World Cup 2022 indian team: ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી, જાણો કોણ કોણ છે સામેલ?

T20 World Cup 2022 indian team: ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં તો વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ

સ્પોર્ટ્સ ડેસ્ક, 13 સપ્ટેમ્બરઃ T20 World Cup 2022 indian team: ભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર મહિનાથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનાર ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલી અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ રાહુલ શર્માના હાથમાં રહેશે.

ભારતની ટી20 વિશ્વકપની ટીમ
1. રોહિત શર્મા (કેપ્ટન)
2. કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન)
3. વિરાટ કોહલી
4. સૂર્યકુમાર યાદવ
5. દીપક હુડ્ડા
6. રિષભ પંત
7. દિનેશ કાર્તિક
8. હાર્દિક પંડ્યા
9. આર અશ્વિન
10. યુઝવેન્દ્ર ચહલ
11. અક્ષર પટેલ
12. જસપ્રીત બુમરાહ
13. ભુવનેશ્વર કુમાર
14. હર્ષલ પટેલ
15. અર્શદીપ સિંહ

આ પણ વાંચોઃ Gyanvapi case Judgment: જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ઓવૈસીએ કહ્યું- આ નિર્ણય વિરુદ્ધ અરજી કરવી જોઇએ- વાંચો શું છે કોર્ટનો ચુકાદો

ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.

ક્યારે શરૂ થઈ રહ્યો છે ટી20 વિશ્વકપ?
આ વર્ષે ટી20 વિશ્વકપની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે, જે મેઇન ઇવેન્ટ હશે. જ્યારે 13 નવેમ્બરે ફાઇનલ રમાસે. ટી20 વિશ્વકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરમાં તેનું આયોજન થશે. ભારતને ગ્રુપ-2માં જગ્યા મળી છે, તેમાં આ સિવાય ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને સાઉથ આફ્રિકા છે. 

આ પણ વાંચોઃ Clashes between student unions in MSU: MS યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01