Clashes between student unions in MSU

Clashes between student unions in MSU: MS યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી- વાંચો શું છે મામલો?

Clashes between student unions in MSU: ચૂંટણી આવતી હોવાના કારણે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની સત્તા કબજે કરવા માટે વિવિધ વોટ્સએપગૃપો બનાવીને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો

વડોદરા, 12 સપ્ટેમ્બરઃ Clashes between student unions in MSU: વડોદરા મહારાજા સયાજીરાવ(MS) યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઇ હતી. વોટ્સ ગૃપમાંથી રિમૂવ કરવા બાબતે બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છૂટ્ટા હાથની અને લાકડીઓથી મારા મારી થઇ હતી.

કોમર્સ ફેકલ્ટી ખાતે થયેલી આ મારામારીના પગલે કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજવી કે નહીં તે અંગે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળવાની છે.

હજુ ચૂંટણીના કોઇ ઠેકાણા નથી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી આવી રહી છે. જેના પગલે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની સત્તા કબજે કરવા માટે વિવિધ વોટ્સએપગૃપો બનાવીને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થી સંગઠનો ફેકલ્ટીઓમાં જઇને પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

આ પણ વાંચોઃ Teacher raped the student: ભરુચની એક સ્કુલના શિક્ષકે વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપીને આચાર્યએ દુષ્કર્મ આચર્યું

જોકે, આગામી દિવસોમાં ચૂંટણી યોજવી કે નહિં, ક્યારે યોજવી, કેવી રીતે કરવી તે તમામ બાબતોનો નિર્ણય લેવા માટે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળશે, ત્યારે હજુ ચૂંટણી યોજવી કે નહિં તે અંગેનો નિર્ણય લેવાયો નથી. તે પહેલાં ચૂંટણીએ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.

હર્ષિલ રબારી અને આતિફ મલિકના ગૃપ વચ્ચે મારામારી

આજે બનેલા બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી જીતવા માટે AGSG ગૃપ દ્વારા વોટ્સએપ ગૃપ બનાવવામાં આવ્યું છે. આ ગૃપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગૃપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગૃપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા AGSG ગૃપના વિદ્યાર્થીઓ અને ગૃપમાંથી દૂર કરવામાં આવેલા આતિફ મલિકના ગૃપ વચ્ચે કોમર્સ ફેકલ્ટી ખાતે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી.

આ પણ વાંચોઃ Audi Q7 SUV Launched in India: ભારતમાં ફેસ્ટિવલ સિઝન પહેલા જ લિમિટેડ એડિશન ઓડી Q7 SUV લોન્ચ- જાણો ફિચર્સ, કલર અને તમામ વિગત

Gujarati banner 01