Taliban cricket controversy

Taliban cricket controversy: ઓસ્ટ્રેલિયાએ કહ્યું- તાલિબાન મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી નહીં આપે તો અફઘાનિસ્તાન પુરુષ ટીમ સામેની મેચ પણ રદ

Taliban cricket controversy: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ આ નિવેદન તાલિબાનના સાંસ્કૃતિક આયોગના નિવેદન બાદ આવ્યુ છે.આયોગના ઉપાધ્યક્ષ અહમદુલ્લાહ વાસિકે કહ્યુ છે કે, મહિલાઓ માટે ક્રિકેટ રમવુ જરુરી નથી

સ્પોર્ટ્સ ડેસ્ક, 10 સપ્ટેમ્બરઃTaliban cricket controversy: ઓસ્ટ્રેલિયા સ્પષ્ટપણે કહ્યુ છે કે, જો અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાની આઝાદી નહીં મળી તો અફઘાનિસ્તાની પુરુષ ટીમ સાથે અગાઉથી નક્કી થયેલી એક માત્ર ટેસ્ટ નહીં રમે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ આ નિવેદન તાલિબાનના સાંસ્કૃતિક આયોગના નિવેદન બાદ આવ્યુ છે.આયોગના ઉપાધ્યક્ષ અહમદુલ્લાહ વાસિકે કહ્યુ છે કે, મહિલાઓ માટે ક્રિકેટ રમવુ જરુરી નથી.કારણકે ક્રિકેટમાં મોઢુ અને શરીર ઢાંકી શકાતુ નથી અને ઈસ્લામ મહિલાઓને આ રીતે દર્શાવવાની પરવાનગી નથી આપતો.મીડિયાના યુગમાં ફોટો અને વિડિયો પણ વાયરલ થતા હોય છે ત્યારે અમે એવી કોઈ રમત રમવાની મંજુરી નહીં આપીએ જેમાં શરીર દેખાતુ હોય

આ પણ વાંચોઃ Most expensive ganeshji: વિશ્વના સૌથી મોંઘા ગણેશજી સુરતમાં, ગણેશજીના દર્શન કરવા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે મૂર્તિ મંગાવી હતી!

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કહ્યુ છે કે, અમારુ માનવુ છે કે, રમત બધા માટે છે અને દરેક સ્તરે મહિલાઓને પણ રમવાનો અધિકાર છે.મીડિયા રિપોર્ટ પ્રમાે જો અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાનો અધિકારી નહીં હોય તો હોબાર્ટમાં 27 નવેમ્બરથી અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સામે યોજાનારી એક માત્ર ટેસ્ટ નહીં રમાય.

Whatsapp Join Banner Guj