Most expensive ganeshji: વિશ્વના સૌથી મોંઘા ગણેશજી સુરતમાં, ગણેશજીના દર્શન કરવા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે મૂર્તિ મંગાવી હતી!

Most expensive ganeshji: ગણેશજીની મૂર્તિનું વજન 36.5 ગ્રામ જેની બજાર કિંમત છે આશરે 600 કરોડ રૂપિયા

સુરત, 10 સપ્ટેમ્બરઃ Most expensive ganeshji: આજે ગણેશ ચતુર્થી છે અને હીરા નગરી સુરત સમગ્ર વિશ્વના નજરે છે. કેમ કે વિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના સુરતમાં કરવામાં આવી છે. સુરતના હીરા વેપારી કનુભાઈ અસોદરિયાએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડએ આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો પણ આપ્યો છે.

ડાયમંડ નગરીના આ ગણેશજી(Most expensive ganeshji) કોહિનૂર હીરાને પણ ફિક્કા પાડી શકે છે. કેમ કે, સુરતના હીરા વેપારીએ કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે. આ ગણેશજીની મૂર્તિનું વજન 36.5 ગ્રામ છે. જેની બજાર કિંમત આશરે 600 કરોડ રૂપિયા માનવામાં આવે છે. આ મૂર્તિની ખાસિયત એવી છે કે, તેને બનાવવામાં આવી નથી પરંતુ આ મૂર્તિ પ્રાકૃતિક છે. હીરાના વેપારી કનુભાઈ આસોદરિયાનું કહેવું છેકે, 12 વર્ષ પહેલા બેલ્ઝિયમમાથી આવેલા કાચા હીરામાથી જ આ હીરા તરીકે મૂર્તિ મળી આવી હતી.

આ પણ વાંચોઃ Miracle in Anjar of Kutch: કચ્છના અંજારમાં અદ્ભૂત ચમત્કાર…! 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો

દેશ-વિદેશની ઘણી જાણિતી હસ્તીઓ પણ આ 600 કરોડના ગણેશજી(Most expensive ganeshji)ના દર્શન માટે સુરત આવી ચુકી છે. આ મૂર્તિની કિંમત કોહિનૂર કરતા વધારે હોવાનું માનવામાં આવે છે કેમ કે, કોહિનૂર હીરો 105 કેરેટનો છે જ્યારે આ ગણેશરૂપી હીરાનું વજન 182 કેરેટ 53 સેન્ટ છે. આ ગણેશજીના દર્શન કરવા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે મૂર્તિ મંગાવી હતી.

હાલમાં 25 દેશોના મહત્વપૂર્ણ વ્યક્તિઓ પાસે આ ગણેશજીની તસ્વીર છે. અમેરિકાના કેલિફોર્નિયાના મંદિરમાં આ મૂર્તિની તસવીરો મૂકવામાં આવી છે. ત્યારે દર વર્ષે હીરાના વેપારી દ્વારા આ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. અને ગણેશજીની પૂજા-અર્ચન કરી વેપારી પરિવાર ધન્યતા અનુભવે છે

Whatsapp Join Banner Guj