Team india new jursey

Team india new jursey: ટી20 વિશ્વકપ માટે ટીમ ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ, મેન ઇન બ્લ્યુના અવતારમાં જોવા મળશે ખેલાડીઓ

Team india new jursey: ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ટી20 વિશ્વકપ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃTeam india new jursey: ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ટી20 વિશ્વકપ પહેલા ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરી દેવામાં આવી છે. જર્સીની તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં કેપ્ટન રોહિત શર્મા પોઝ આપતો જોવા મલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ટી20 વિશ્વકપમાં પોતાનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે રમવાનો છે.

ઉલ્લેખનીય છે કે, ટીમની આ નવી જર્સી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીમની નવી જર્સી બ્લૂ કલરની છે. આ જર્સીમાં ત્રણ સ્ટાર બનેલા છે. ટીમની નવી જર્સીમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર અને શેફાલી વર્મા જોવા મળી રહી છે. 

ભારતીય ટીમની ટી20 વિશ્વકપ માટે લોન્ચ કરાયેલી નવી જર્સીમાં ત્રણ સ્ટાર બનેલા છે. હકીકતમાં આ ત્રણ સ્ટાર ભારતીય ટીમના ત્રણ વખત વિશ્વ વિજેતા રહેવાનું નિશાન છે.

આ પણ વાંચોઃ DRDO Recruitment 2022: DRDOમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત 1901 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક

આ પણ વાંચોઃ Queen Elizabeth’s funeral today: આજે મહારાણી એલિઝાબેથના અંતિમસંસ્કાર, બપોરે 3:30 વાગ્યે સ્ટેટ ફ્યૂનરલ શરૂ થશે

Gujarati banner 01