Queen Elizabeths funeral today

Queen Elizabeth’s funeral today: આજે મહારાણી એલિઝાબેથના અંતિમસંસ્કાર, બપોરે 3:30 વાગ્યે સ્ટેટ ફ્યૂનરલ શરૂ થશે

Queen Elizabeth’s funeral today: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન પહોંચ્યા

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃQueen Elizabeth’s funeral today: બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર આજે શાહી પરંપરા અનુસાર કરવામાં આવશે. લગભગ એક કલાક સુધી ચાલનારા સ્ટેટ ફ્યૂનરલનો કાર્યક્રમ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે (બ્રિટિશ સમય અનુસાર 11 વાગ્યે) શરૂ થશે. રાજ્યના અંતિમસંસ્કાર બાદ દેશભરમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન પહોંચ્યા હતા. અહીં વેસ્ટમિન્સ્ટર હોલમાં, તેમણે ભારતના લોકો વતી રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ બકિંગહામ પેલેસમાં બ્રિટનના નવા રાજા કિંગ ચાર્લ્સ III સાથે મુલાકાત કરી હતી.

Factbox: Plans for the run-up to Queen Elizabeth's funeral | Reuters

આ પણ વાંચોઃ The child fell into a pit full of water: બાળક 10 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં પડ્યો, અંતે બહાર મૃતદેહ નીકળ્યો- વાંચો વિગત

96 વર્ષીય મહારાણીનું 8 સપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું. પ્રથમ, રાણીની અંતિમયાત્રા વેસ્ટમિંસ્ટર હોલથી વેસ્ટમિંસ્ટર એબી સુધી કાઢવામાં આવશે. એટલે કે, તેના તાબૂતને વેસ્ટમિંસ્ટર એબીમાં લાવવામાં આવશે. આ દરમિયાન સૈન્ય પરેડ થશે. જેમાં રાજવી પરિવારના સભ્યો પણ સામેલ થશે. ડ્યૂક ઓફ સક્સેસ એટલે કે પ્રિન્સ હેરી અને તેમના ભાઈ વિલિયમ, મહારાણીના તાબૂતની પાછળ ચાલશે.

શાહી પરંપરા અનુસાર, રાણીના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં આવે છે. રાણીના તાબૂતને ગન કેરેજમાં વેસ્ટમિન્સ્ટર એબી લઈ જવામાં આવશે. ગન કેરેજ એટલે લાંબી ગન સાથે જોડેલી વિશાળ પૈડાંવાળી ગાડી.આ બંદૂકની ગાડીનો ઉપયોગ એડવર્ડ VII, જ્યોર્જ V, જ્યોર્જ VI અને સર વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર માટે કરવામાં આવ્યો હતો. તેને 142 રોયલ નેવી ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવશે. અહીં રાજ્યના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ પૂર્ણ થશે. આ પછી રાજવી પરિવારના સભ્યો અને નજીકના લોકોની હાજરીમાં એક ખાનગી સમારંભ યોજાશે. રાણીને રાત્રે 8:30 વાગ્યે (બ્રિટિશ સમય મુજબ, સાંજે 4 વાગ્યે) દફનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Theft from an ATM: જસદણમાં બરોડા બેંકના ATMમાંથી 17.33 લાખની ચોરી- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.