Tokyo olympic

Tokyo olympics: સાઉથ આફ્રિકાના બે ફૂટબોલરો સહિત ત્રણ ખેલાડીઓને કોરોના, દરરોજ બધાનો થાય છે કોરોના ટેસ્ટ!

Tokyo olympics: બંને ખેલાડીઓ ઓલિમ્પિક વિલેજમાં ઉતર્યા હોવાથી તેમના સંપર્કમાં આવેલા અને આસ-પાસમાં ઉતારો ધરાવતા અન્ય ખેલાડીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ

ટોક્યો, 19 જુલાઇઃ Tokyo olympics: મહામારીની વચ્ચે યોજાઈ રહેલા ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાઉથ આફ્રિકાની ફૂટબોલ ટીમના બે ખેલાડીઓ થાબિસો મોન્યાને અને કામોહૅલો માહ્લાત્સીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. આ બંને ખેલાડીઓ ઓલિમ્પિક વિલેજમાં ઉતર્યા હોવાથી તેમના સંપર્કમાં આવેલા અને આસ-પાસમાં ઉતારો ધરાવતા અન્ય ખેલાડીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સાઉથ આફ્રિકાના વિડિયો એનાલીસ્ટ મારિયો માશાને પણ કોરોના થયો છે. જે ઓલિમ્પિક માટેની માન્યતા પ્રાપ્ત હોટલમાં ઉતર્યો હતો. 

 જાપાન સરકારે ક્વોરન્ટાઈનનો સમયગાળો ૧૪ દિવસ નક્કી કર્યો હોવાથી કોરોનાગ્રસ્ત થયેલા ત્રણ ખેલાડીઓ તેમની ઓલિમ્પિક ઈવેન્ટ ગુમાવશે તે લગભગ નક્કી થઈ ગયું છે. ટોક્યો ઓલિમ્પિક(Tokyo olympics)ની આયોજન સમિતિએ કોરોનાગ્રસ્ત ખેલાડીઓના નામ કે ઓળખ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે મોડેથી મીડિયા રિપોર્ટ્સમાં ખેલાડીઓના નામ અને ઓળખ છતી થઈ હતી. 

આયોજકોએ જણાવ્યું કે, ટીમના અન્ય ખેલાડીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિક(Tokyo olympics)ના નિયમો અનુસાર અમે દરરોજ ખેલાડીઓના ટેસ્ટ કરી રહ્યા છીએ અને ત્યાર બાદ જ તેમને પ્રેક્ટિસ માટે કે અન્ય સ્થળે જવાની છુટ આપી રહ્યા છીએ. દરમિયાનમાં ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચેલી શરણાર્થીઓની ટીમના ચીફ ડી મિશન તેગ્લા લોરોપૅનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. સાઉથ આફ્રિકાની રગ્બી ટીમના કોચ નેઈલ પોવેલનો ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે. 

ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં તેમજ ગેમ્સની સાથે સંકળાયેલા વ્યક્તિઓમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આઇઓસીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર  ક્રિસ્ટોફે ડયુબીએ કહ્યું છે કે, ૧૮,૦૦૦ ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક(Tokyo olympics)માં ભાગ લેવા માટે પહોંચ્યા તે પહેલા તેમના કુલ મળીને ૪૦ હજાર ટેસ્ટ થયા હતા. તેઓ ટોક્યો આવ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું સ્ક્રિનિંગ થયું હતુ. આ પછી તેમના નિયમિત ટેસ્ટ થઈ રહ્યા છે. અમે ટેસ્ટિંગનો કડક પ્રોટોકોલ અમલમાં મૂક્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારાઓ વિશ્વની સૌથી નિયંત્રિત વસ્તી છે. 

ઓલિમ્પિક ગેમ્સના ચીફ ડિલિવરી ઓફિસર હિડે નાકામુરાએ કહ્યું કે, અમે માનીએ છીએ કે પરિસ્થિતિ હજુ પણ નિયંત્રણ હેઠળ છે. અમને જેવો કેસ મળે છે કે, તરત અમે તેને આઇસોલેટ કરીને સારવાર શરૃ કરીએ છીએ. આ ઉપરાંત તેના સીધા સંપર્કમાં આવનારા લોકોની ઓળખ કરીને તેમને પણ સાવચેતીના ભાગરૃપે આઇસોલેટ કરી દઈએ છીએ. અમે સંપૂર્ણ તૈયારીઓ રાખી છે આમ છતાં હાલ વિશ્વમાં જેવી પરિસ્થિતિ છે. તે જોતાં કેસને નોંધાતા અટકાવી ન શકાય. અલબત્ત, સંક્રમણને ફેલાતું જરુર અટકાવી શકાય. 

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સાઉથ કોરિયન સભ્ય યુ સેઊંગ-મિનને પણ કોરોનાનું સંક્રમણ થયું હોવાનું ટેસ્ટિંગમાં બહાર આવ્યું હતુ. જેના પગલે તેમને આઇસોલેટ કરીને સારવાર શરૃ કરવામાં આવી છે. ટોક્યોના નારિતા એરપોર્ટ પર કરવામાં આવેલા ટેસ્ટમાં સેઊંગ-મિન સંક્રમિત હોવાનું જણાયું હતુ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Dia mirza baby boy: લગ્નના ત્રણ મહિનામાં જ અભિનેત્રીએ આપ્યો દીકરાને જન્મ, બેબી બોયનું રાખ્યું આ નામ!