Bhavina patel

Tokyo Paralympics: ગુજરાતની ભાવિના પટેલે મારી ટેબલ ટેનિસ ફાઈનલમાં એન્ટ્રી, હવે ગોલ્ડની આશા

Tokyo Paralympics: ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7:30 કલાકે ગોલ્ડ માટે ચીનની ઝોઉ યિંગ સાથે સ્પર્ધા કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 28 ઓગષ્ટઃ Tokyo Paralympics: જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં ભારતની (India) ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો હતો. તેણીએ સેમિફાઇનલમાં ચીનના મિયાઓ ઝાંગને 3-2 થી હરાવી હતી.

ભાવિના પટેલે ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ કન્ફર્મ થયો છે. હવે ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7:30 કલાકે ગોલ્ડ માટે ચીનની ઝોઉ યિંગ સાથે સ્પર્ધા કરશે.

આ પણ વાંચોઃ Clogged dirty water On road: અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ચારેતરફ ગંદુપાણી, ગંદીપાણીની નદી, બણબણતા મચ્છરો

અગાઉ, ભાવિના પટેલે રિયો પેરાલિમ્પિક્સ 2016 ની ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાના બોરીસ્લાવા પેરીક રેન્કોવિચને સીધી ગેમમાં 3-0 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભાવિનાએ 19 મિનિટ સુધી ચાલેલી મેચમાં રાન્કોવિચને 11-5, 11-6, 11-7 થી હરાવી હતી.

Whatsapp Join Banner Guj