dirty water

Clogged dirty water On road: અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ચારેતરફ ગંદુપાણી, ગંદીપાણીની નદી, બણબણતા મચ્છરો

Clogged dirty water On road: નર્કાગાર જોવું હોય તો પહોંચો બીડીકામદારનગરમાં….

અમદાવાદ, 28 ઓગષ્ટઃ Clogged dirty water On road: હાલમાં ભલે વરસાદ ખેંચાઇ ગયો હોય પરંતુ પ્રદુષિત અને ગંદા પાણીની નદી જોવી હોવી હોય તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ શ્રમિક વિસ્તાર બીડીકામદારનગરમાં આંટો મારવા જેવો છે. કેમકે, જાણે કે સાક્ષાત નર્કાગાર હોય તેવા દ્રશ્યો અહીં જોવ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Renovated jallianwala bagh smarak: કાલે જલિયાંવાલા બાગનું નવું પરિસરરાષ્ટ્રને સમર્પિત થશે, વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

ઘરની બહાર જ કાદવ કીચડ, ગંદુ પાણી અને તેના પર બણબણતાં મચ્છરોનો ઢગલો જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ પ્રજાના પ્રતિનિધી તરીકે કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તેનો કોઇ ઉકેલ કે નિકાલ આવ્યો નથી. જો આ વિસ્તાર મેયરનો હોત તો..?

આ પણ વાંચોઃ CNG Price increase for vehicles: તમે પણ CNG વાહન વાપરો છો? તો જાણી લો ભાવમાં થયો છે આટલા રુપિયાનો વધારો!

પાણીજન્ય રોગોની સિઝનમાં નર્કાગાર બનેલા વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસો પણ નોધાઇ રહ્યા છે. કોરોનાકાળમાં ભલે પ્રજાના પ્રતિનિધિયો બીકના માર્યા મત વિસ્તારની મુલાકાતે ન ગયા હોય પરંતુ હાલમાં એવી કોઇ સમસ્યા નથી બીડીકામદારનગરના શ્રમિકોનો નર્કાગારની ગંભીર પરિસ્થિતિમાંથી ક્યાકે છૂટકારો મળશે..? છે કોઇ સાંભળનાર…?

Whatsapp Join Banner Guj