Hanuman ji

Hanuman ji: હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર? સાથે જાણો બજરંગબલી નામ પાછળની રોચક કથા

Hanuman ji: હનુમાન જીના અનેક નામ છે. જેમાંથી એક છે બજરંગબલી. હનુમાનજીનું નામ બજરંગબલી પડવા પાછળ એક પૌરાણિક કથા પણ છે

ધર્મ ડેસ્ક, 28 ઓગષ્ટઃ Hanuman ji: એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે. સંકટમોચક હનુમાનજીના ભક્તોની સંખ્યા અગણિત છે. હનુમાન જી ને સમર્પિત કરવામાં આવેલા મંગળવાર અને શનિવારે લોકો વ્રત રાખે છે. તેમની પૂજા અર્ચના કરે છે. આવું કરવાથી હનુમાનજી પોતાના ભક્તોના તમામ સંકટો દૂર કરે છે. હનુમાન જીના અનેક નામ છે. જેમાંથી એક છે બજરંગબલી. હનુમાનજીનું નામ બજરંગબલી પડવા પાછળ એક પૌરાણિક કથા પણ છે.

બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજી(Hanuman ji) ખૂબ જ શક્તિશાળી છે. તેમણે એક હાથે આખો પર્વત ઉપાડ્યો હતો. પુરાણો પ્રમાણે તેમનું આખું શરીર વજ્ર સમાન છે એટલે તેમને બજરંગ બલી કહેવામાં આવે છે. તો એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે. પોતાના પતિ શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે તે પોતાના સેંથામાં સિંદૂર ભરે છે.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ગુજરાતની ભાવિના પટેલે મારી ટેબલ ટેનિસ ફાઈનલમાં એન્ટ્રી, હવે ગોલ્ડની આશા

હનુમાન જીએ માતા સિતાની વાતને સાંભળીને વિચાર્યું કે જ્યારે માત્ર પાંથીમાં સિંદૂર પુરવાથી ભગવાનને આટલો લાભ થાય છે તો હું આખા શરીરમાં જ સિંદૂર લગાવી લઉં છું, જેનાથી ભગવાન શ્રી રામ અમર થઈ જશે. હનુમાનજી(Hanuman ji)ને આખા શરીરમાં સિંદૂર લગાવેલા જોઈને ભગવાન શ્રી રામ તેનું કારણ પુછે છે.

હનુમાનજી જ્યારે કારણ કહે છે તો તે જાણીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારે તેઓ હનુમાનજીને કહે છે કે, આજથી તમારું નામ બજરંગ બલી પણ રહેશે. બજરંગબલી બે શબ્દોથી બન્યું છે. બજરંગ એટલે કેસરી અને બલી એટલે શક્તિશાળી. બસ ત્યારથી જ રામભક્ત હનુમાનને સિંદુર ચડાવવાની પ્રથા છે. આનાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે.

Whatsapp Join Banner Guj