Virat Kohli

Virat Kohli Records: વિરાટ કોહલીએ 500મી મેચમાં રચ્યો ઈતિહાસ, સચિન પણ આવું ન કરી શક્યો…

Virat Kohli Records: કોહલી પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં 50 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે

ખેલ ડેસ્ક, 21 જુલાઈઃ Virat Kohli Records: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટે 288 રન બનાવ્યા હતા. સ્ટમ્પ સમયે વિરાટ કોહલી 87 અને રવિન્દ્ર જાડેજા 36 રન પર અણનમ હતા. એટલે કે કોહલી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની 76મી સદીથી માત્ર 13 રન દૂર છે.

વિરાટે આ મોટા રેકોર્ડ બનાવ્યા

વિરાટ કોહલીની કારકિર્દીની આ 500મી આંતરરાષ્ટ્રીય મેચ છે, જેને તેણે શાનદાર ઇનિંગ રમીને યાદગાર બનાવી છે. કોહલી પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં 50 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ શાનદાર ઇનિંગ્સ દરમિયાન, કોહલી જેક કાલિસને પછાડીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલે પાંચમા નંબરે આવ્યો હતો.

વિરાટે આ ઇનિંગ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા. ભારતીય બેટ્સમેનોમાં વિરાટ સિવાય માત્ર રોહિત શર્મા જ આવું કરી શક્યા છે. એટલું જ નહીં, વિરાટ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન

34357- સચિન તેંડુલકર (ભારત)
28016- કુમાર સંગાકારા (શ્રીલંકા)
27483- રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
25957- મહેલા જયવર્દને (શ્રીલંકા)
25548- વિરાટ કોહલી (ભારત)

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (નંબર-ચાર)

13492- સચિન તેંડુલકર (ભારત)
9509- મહેલા જયવર્દને (શ્રીલંકા)
9033- જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા)
7535- બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ)
7097- વિરાટ કોહલી (ભારત)

આ પણ વાંચો… Iskon Bridge Accident Reconstruction: નવાબી શોખ ભારે પડ્યા, પોલીસે ઘટનાસ્થલ પર પિતા-પુત્રને કરાવી ઉઠકબેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો