tathya Patel reconstruction

Iskon Bridge Accident Reconstruction: નવાબી શોખ ભારે પડ્યા, પોલીસે ઘટનાસ્થલ પર પિતા-પુત્રને કરાવી ઉઠકબેઠક

Iskon Bridge Accident Reconstruction: પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને ખુલ્લા પગે બ્રિજ પર ચલાવવામાં આવ્યા હતાં અને રિકન્સ્ટ્રક્શન કરાયું

અમદાવાદ, 21 જુલાઈઃ Iskon Bridge Accident Reconstruction: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત મામલે મોટો અપડેટ સામે આવ્યો છે. અહીં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને ખુલ્લા પગે બ્રિજ પર ચલાવવામાં આવ્યા હતાં અને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આ દરમિયાન પોલીસે પિતા પ્રજ્ઞેશ પટેલ અને પુત્ર તથ્ય પટેલે હાથ જોડી માફી માગી હતી અને ઉઠકબેઠક કરી હતી. 

tathya patel on accident

મુખ્ય આરોપી સહિત કુલ આઠ લોકોની થઈ ધરપકડ

ખબર હોય કે, તથ્ય પટેલે 150થી પણ વધુની સ્પીડે કાર દોડાવીને 15થી 20 લોકોને રીતસરના હવામાં ફંગોળ્યા હતા. જેમાં 10 લોકોએ પોતાનો જીવ ખોયો છે. પોલીસે આ મામલે તથ્ય પટેલ અને તેના પિતા સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી છે.

SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ

SickkOfficials નામે તથ્ય પટેલની યુ-ટ્યુબ ચેનલ છે. તથ્ય પટેલે પોતાની યુ-ટ્યુબ ચેનલ પર બુધવારે વધુ એક વીડિયો અપલોડ કર્યો છે, જેના પર લોકો હાલ ટ્રોલ પણ કરી રહ્યા છે. આ યુટ્યુબ ચેનલ પર તથ્ય પટેલ એક સોંગમાં દેખાઈ રહ્યો છે, જેમાં તે ગાઈ રહ્યો છે કે ‘જે મેં ઝાલીમ હત્યારા, “મેં ક્યા ક્યા નહીં ખા રા”. એટલું જ નહીં એવા પણ શબ્દો છે, “યહાં ફેલ ગયા મેરે હી મોતો કા જાલ”. 

જાણો શું બની હતી સમગ્ર ઘટના?

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બુધવાર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 10 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે.

રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.

આ પણ વાંચો… Spine surgery: સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં સ્પાઇન સર્જરીની સેવા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો