Women cricket league 2023

Women cricket league 2023: મહિલા ક્રિકેટ લીગ 2023 ની તારીખ આવી સામે, જાણો પ્રથમ મેચમાં કઈ ટીમ વચ્ચે થશે ઘમાસાણ…

Women cricket league 2023: WPLની પ્રથમ સિઝન મુંબઈમાં 4 માર્ચથી 26 માર્ચ દરમિયાન રમાશે

ખેલ ડેસ્ક, 08 ફેબ્રુઆરી: Women cricket league 2023: આગામી મહિને ભારતમાં મહિલા ક્રિકેટ લીગનુ ઘમાસાણ મચશે. વિશ્વભરની મહિલા ખેલાડીઓ ભારતમાં ચોગ્ગા છગ્ગાની આતશબાજી કરશે. આ રોમાંચની આતુરતા પુર્વક લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. જે હવે વાસ્તવિક સ્વરુપમાં જોવા મળી શકે છે. BCCI મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની તારીખ નક્કી કરવામાં આવી છે અને બહુપ્રતિક્ષિત WPLની પ્રથમ સિઝન 4 માર્ચથી 26 માર્ચ દરમિયાન રમાશે. વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન આ વર્ષે મુંબઈમાં યોજાશે.

સિઝનની પ્રથમ મેચમાં આ ટીમ વચ્ચે થશે ઘમાસાણ

સિઝનની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થવાની શક્યતા છે. WPL માટેની હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. બીસીસીઆઈએ પાંચ ટીમોની હરાજીમાંથી 4669.99 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીસીસીઆઈએ લીગના પ્રસારણ અધિકારોની હરાજી કરીને 951 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ ટીમોની હરાજી કરવામાં આવી હતી અને સૌથી વધુ બોલી અમદાવાદની ટીમ માટે લાગી હતી. અદાણી સ્પોર્ટ્સ લાઇન પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદની ટીમને રૂ. 1289 કરોડમાં ખરીદી છે. ઇન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે મુંબઈની ટીમને 912.99 કરોડ રૂપિયામાં ખરીદી હતી જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા ટીમ માટે 901 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. મહિલા લીગમાં પાંચેય ટીમોની કુલ કિંમત 4669.99 કરોડ છે.

WPL ટીમ

અમદાવાદ: 1289 કરોડ-અદાણી સ્પોર્ટ્સલાઈન

મુંબઈ: 912.99 કરોડ-ભારત સ્પોટલાઈન  

બેંગ્લોર: 901 કરોડ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર

દિલ્હી: 810 કરોડ-JSW GMR ક્રિકેટ

લખનૌ: 757 કરોડ:કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ

આ પણ વાંચો: First meeting of tourism working group: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધોરડોમાં G-20 અંતર્ગત ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક યોજાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો