7 indians guilty of insider trading in america

7 indians guilty of insider trading in america: અમેરિકામાં ઇન્સાઇડર ટ્રેડિંગમાં સાત ભારતીયો દોષિત, ગેરકાયદે ટ્રેડિંગ દ્વારા કમાયા કુલ 64,75,000 ડોલર

7 indians guilty of insider trading in america: એસઇસીએ આરોપ મૂક્યો છે કે બે વ્યકિતઓ કે જે એક બિઝનેસ સ્કૂલના ગાઠ મિત્રોએ ૨૦૧૭માં કંપનીઓનાઅધિગ્રહણની ચાર જાહેરાત અગાઉ કરેલા ગેરકાયદે ટ્રેડિંગમાં ૨,૭૫,૦૦૦  કમાવ્યા

નવી દિલ્હી, 27 જુલાઇઃ 7 indians guilty of insider trading in america: અમેરિકામાં ઇનસાઇડર ટ્રેડિંગની બે અલગ અલગ ઘટનાઓમાં ગુજરાતી સહિતના અનેક ભારતીય મૂળના લોકોને ઇન્સાઇડર ટ્રેડિંંગના આરોપ બદલ દોષિત ઠેરવવવામાં આવ્યા છે. તેમના પર ગેરકાયદે ૫૦ લાખ ડોલર કમાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

લુમેનટમ હોલ્ડિંગ્સના ચીફ ઇન્ફરમેશન સિક્યુરિટી ઓફિસર ૪૯ વર્ષીય અિંમત ભારદ્વાજ, તેમના મિત્રો ૫૦ વર્ષીય ધિરેનકુમાર પટેલ,  ૪૭ વર્ષીય શ્રિનિવાસ કાકકેરા, ૪૭ વર્ષીય અબ્બાસ સઇદી, ૪૫ વર્ષીય રમેશ ચિતોરને સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશને દોષિત ઠેરવ્યા છે.

એસઇસીએ આરોપ મૂક્યો છે કે કેલિફોર્નિયમાં વસતા આ તમામ લોકોએ બે કંપનીઓના  અધિગ્રહણ અગાઉ ટ્રેડિંગ કર્યુ હતું અને ૫૨ લાખ ડોલર (અંદાજે રૂ. ૪૧.૫૦ કરોડ)નું ગેરકાયદે ટ્રેડિંગ કર્યુ હતું.  અન્ય એક કાર્યવાહીમાં એસઇસીએ ૩૭ વર્ષીય ઇન્વેસ્ટમેન્ટ બેંકર બ્રિજેશ ગોએલ અને તેમના મિત્ર ૩૩ વર્ષીય અક્ષય નિરંજન ઉપર પણ ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂક્યો છે. આ બંને ન્યૂયોર્કના રહેવાસી છે. નિરંજન એક મોટી નાણાકીય સંસ્થામાં ફોરેન એક્સચેન્જ ટ્રેડર હતો. 

આ પણ વાંચોઃ Death toll crosses 41 in lathakand: લઠ્ઠાકાંડથી મૃત્યુનો આંક ૪૧ને થયો પાર, ૧૦૦ અસરગ્રસ્ત લોકો સારવાર હેઠળ

એસઇસીએ આરોપ મૂક્યો છે કે બે વ્યકિતઓ કે જે એક બિઝનેસ સ્કૂલના ગાઠ મિત્રોએ ૨૦૧૭માં કંપનીઓનાઅધિગ્રહણની ચાર જાહેરાત અગાઉ કરેલા ગેરકાયદે ટ્રેડિંગમાં ૨,૭૫,૦૦૦  કમાવ્યા હતાં. ગોએલને આ માહિતી તેમની કંપની પાસેથી મળી હતી. 

ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નિરંજને ટાર્ગેટ કંપનીીઓના કોલ ઓપ્શન ખરીદ્યા હતાં. મેનહેટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એસઇસી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાની યુએસ એટર્ની ઓફિસ દ્વારા પણ ક્રિમિનલ ચાર્જિસ મૂકવામાં આવ્યા છે. એસઇસીના એન્ફોર્સમેન્ટ ડિવિઝનના ડાયરેક્ટર ગુરબિર એસ ગ્રેવાલે જણાવ્યું છે કે આવી જ રીતે જો ઇન્સાઇડ ટ્રેડિંગ ચાલુ રહેશે તો રોકાણકાર તેમની પરસેવાની મૂડી બજારમાં રોકશે નહીં. 

આ પણ વાંચોઃ The court sentenced the rapist to death: સુરતમાં ત્રણ વર્ષની એક નાની બાળા સાથે થયેલ દુષ્કર્મ મામલે કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી- વાંચો વિગત

Gujarati banner 01