આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક બોટ(Electric Boat): જે પાણીની સપાટીથી થોડી ઉંચાઈ પર દોડે છે અને જાતે જ બોટ કરે છે કંટ્રોલ

જાણવા જેવું, 06 જૂનઃ ઇલેક્ટ્રિક વાહનોમાં કાર, ટુ વ્હિલર તો સાંભળ્યું અને જોયુ હશે, પરંતુ હવે તો ઇલેક્ટ્રિક બોટ(Electric Boat)ની પણ શોધ થઇ ગઇ છે. જી, હાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ દુનિયાની પહેલી ઈલેક્ટ્રિક બોટને તાજેતરમાં વેનિસ બોટ શોમાં રજૂ કરવામાં આવી. પોતાની રીતે બોટને કરે છે. તેને કેન્ડેલા સી-7 નામ આપવામાં આવ્યું છે. એક જ વખતમાં 93 કિલોમીટરનું અંતર કાપી શકે છે. બીજી ઈલેક્ટ્રિક બોટ(Electric Boat)ની તુલનામાં તે 3 ગણું વધારે અંતર કાપી શકે છે. ખાસ વાત એ છે કે, પાણીની સપાટીથી થોડી ઉંચાઈ પર દોડે છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, સી-7ને તૈયાર કરનારી સ્વિડનની કંપની કેન્ડેલાના જણાવ્યા પ્રમાણે, તે ઈલેક્ટ્રિક બોટિંગનો શાનદાર અનુભવ પ્રદાન કરે છે કેમ કે તે અવાજ નથી કરતી અને ન તો તેમાં આંચકા આવે છે. આવું કમ્પ્યુટરથી કંટ્રોલ થતી ફોઈલ સિસ્ટમના કારણે થાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેને તૈયાર કરવામાં ફાઈટર જેટ ટેક્નિક અને એરોપ્લેનની ડિઝાઈનથી પ્રેરણા લેવામાં આવી છે. આ બોટ(Electric Boat)નું વજન ઓછામાં ઓછું રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કમ્પ્યુટરથી ઓપરેટ થવાને કારણે ખરાબ હવામાનમાં પણ તેના સ્ટીઅરિંગને હેન્ડલ કરવું સરળ છે.

ADVT Dental Titanium

બોટ(Electric Boat)ને કંટ્રોલ કરવા માટે ટચસ્ક્રિન ઈન્ટરફેસ આપવામાં આવ્યું છે. તે સિવાય વાયરલેસ ટેક્નિક અને રિમોટની સુવિધા પણ આપવામાં આવી છે, જેનાથી તેના પરફોર્મન્સને વધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે, બોટમાં 5 લોકો બેસી શકે છે. તેની લંબાઈ 25 ફૂટ અને પહોળાઈ 7.9 ફૂટ છે. 40 kWh Lithium ionની બેટરી લગાવવામાં આવી છે. કંપનીના અનુસાર, તેની કિંમત 1.98 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો…

Whatsappમાં આ નવા ફીચરની એન્ટ્રી, એક સાથે ચલાવી શકશો 4 ડિવાઇસ, જાણો શું છે ખાસ આ નવા ફીચરમાં ?