Britain Queen Elizabeth II dies

Britain Queen Elizabeth II dies: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન, રોયલ ફેમેલીએ આપી જાણકારી

Britain Queen Elizabeth II dies: મહારાણી એલિઝાબેથ દ્વિતિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

લંડન, 09 સપ્ટેમ્બરઃ Britain Queen Elizabeth II dies: બ્રિટનના મહારાણી એલિઝાબેથનું ગુરૂવારે નિધન થયું છે. સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણીએ અંતિમ શ્વાસ લીધા છે. આ દરમિયાન મહારાણીના મોટા પુત્ર રાજકુમાર ચાર્લ્સ સહિત રાજ પરિવારના ઘણા સભ્યો ત્યાં હાજર હતા. બે દિવસ પહેલા મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી, જ્યારે લિઝ ટ્રસને તેમણે બ્રિટનના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા. 

રોયલ ફેમેલીના ટ્વિટર પર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે પહેલા સમાચાર આવ્યા હતા કે મહારાણીની તબીયત ખરાબ છે. તેમને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી

આ પહેલા આજે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું સ્વાસ્થ્ય ખરાબ થવાના સમાચારો વચ્ચે બ્રિટિશ શાહી પરિવારના લોકો બાલ્મોરલ કેસલમાં પહોંચવા લાગ્યા હતા. બ્રિટનની સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીય છેલ્લા કેટલાક સમયથી બાલ્મોરલ કેસલમાં રહેતા હતા. 

એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ, 1926ના 17 બ્રૂટન સેન્ટ, લંડનમાં થયો હતો. નૌસેના અધિકારી ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્ન થયા હતા. તેમને ચાર બાળકો છે- પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્રયૂ અને પ્રિન્સ એડવર્ડ. મહારાણીના પતિ ફિલિપનું એપ્રિલ 2021માં 99 વર્ષની ઉંમરે નિધન થયું હતું. 1952માં પિતાના મૃત્યુ બાદ એલિઝાબેથ સિંહાસન પર બેઠા હતા. 

આ પણ વાંચોઃ Decoration of Ambaji temple: અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ

આ પણ વાંચોઃ Ambaji bharvo melo 2022: યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર, ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો

Gujarati banner 01