China Sri Lanka Mahinda Rajapaksa Xi Jinping 2014 e1575882328611

ચિંતાની વાતઃ શ્રીલંકાએ ચીન(china)ને આપી દીધી 540 એકર જમીન, ચીન હવે શ્રીલંકા દ્વારા ચીને ભારતને ઘેરવાની કરી તૈયારી..!

વર્લ્ડ ન્યુઝ, 29 મેઃ તાજેતરમાં જ શ્રીલંકાની સંસદમાં પોર્ટ સિટી ઈકોનોમિક કમિશન બિલ પાસ થયું છે. જેના ભાગરુપે શ્રીલંકાએ પોતાના હંબનટોટા પોર્ટની 540 એકર જમીન ચીન(china)ને આપી દીધી છે. આ પોર્ટ ભારતના કન્યાકુમારીથી માત્ર 550 કિલોમીટર દુર છે. આમ ભારત પર નજર રાખવા માટે ચીનને કાયમ માટે એક વ્યૂહાત્મક સ્થળ મળી ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો ચીન અને ભારત વચ્ચે દક્ષિણમાં માત્ર 550 કિલોમીટરનું અંતર રહ્યું છે.

Whatsapp Join Banner Guj

શ્રીલંકાની સરકારે ભારતને આશ્વાસન આપ્યું હતું કે, અમારા તરફથી એવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. જેનાથી ભારતના હિતને નુકસાન થાય અને આમ છતાં આ બિલ પાસ કરીને ચીનને શ્રીલંકાએ 540 એકર જમીન આપી દીધી છે. આમ લદ્દાખમાં ભારતની સામે સૈન્ય ખડકી દેનાર ચીન શ્રીલંકા થકી હવે ભારતને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. આ અગાઉ 2018માં શ્રીલંકાની સરકારે પોતાની નેવીનું એક બેઝ હંબનટોટા પોર્ટ ખાતે બનાવવાનું નક્કી કર્યું હતું. કારણ કે ચીનને ડર રહેતો હતો કે, વિદેશી શક્તિઓ અહીંયા ચીન(china)ના હિતને નુકસાન પહોંચાડી શકે છે. હંબનટોટા પોર્ટ એવી જગ્યાએ છે જ્યાં એશિયા અને યુરોપ વચ્ચેનો શિપિંગ રુટ પસાર થાય છે.

ADVT Dental Titanium

ચીનની કંપનીએ આ પોર્ટને 99 વર્ષની લીઝ પર લીધું છે. આ પોર્ટ ચીન(china)ની વન બેલ્ટ એન્ડ વન રોડ પ્રોજેક્ટમાં મોટો ભાગ ભજવી શકે છે.આ પોર્ટને લઈને અમેરિકા ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે. જાપાનને પણ ડર છે કે, ચીન આ પોર્ટને પોતાના નેવી બેઝ તરીકે ઉપયોગમાં લેશે. જોકે શ્રીલંકાની સરકારનું કહેવું છે કે, ચીનને સૈન્ય ઉપયોગ માટે આ પોર્ટ વાપરવાની છુટ નથી અપાઈ.

આ પણ વાંચો…..

પીએમની બેઠકમાં 30 મિનિટ મોડુ આવવું પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી Alapan bandyopadhyayને પડ્યુ ભારે…! કેન્દ્ર સરકાર તરફથી મળ્યો આવો આદેશ