chinese astronauts enter space

chinese astronauts enter space: ચીનના ત્રણ અવકાશયાત્રી સ્પેસ સ્ટેશન પહોંચ્યા,ચીને પહેલી વખત મહિલા અંતરિક્ષયાત્રીને અવકાશમાં મોકલી- વાંચો વિગત

chinese astronauts enter space: વાંગ યાપિંગ અંતરિક્ષમાં જનારી પહેલી ચીની મહિલા બની છે. તે ઉપરાંત છ માસ સુધી ત્રણ અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલીને ચીને નવો રેકોર્ડ કાયમ કર્યો

નવી દિલ્હી, 17 ઓક્ટોબરઃ chinese astronauts enter space: ચીનના ત્રણ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. એમાં એક મહિલા અવકાશયાત્રીનો પણ સમાવેશ થાય છે. ચીને પહેલી વખત અવકાશમાં મહિલા અવકાશયાત્રીને મોકલીને રેકોર્ડ બનાવ્યો હતો. એ ઉપરાંત આ અવકાશયાત્રીઓ છ મહિના સુધી રોકાઈને ચીન માટે નવો વિક્રમ સ્થાપિત કરશે.


ચીને તેના નિર્માણાધીન સ્પેસ સ્ટેશનનું અધુરું કામ પૂરું કરવા માટે ત્રણ અવકાશયાત્રીઓને છ માસ માટે અંતરિક્ષમાં મોકલ્યા છે. ૫૫ વર્ષના ઝાઈ ઝીગેંગ, ૪૧ વર્ષના યી ગૂન્ગફુ અને ૪૧ વર્ષના મહિલા અંતરિક્ષ યાત્રી વાંગ યાપિંગ છ મહિના સુધી અંતરિક્ષમાં રહેશે અને સ્પેસ સ્ટેશનનું અધુરું કામ પાર પાડશે.

ચીને પહેલી વખત મહિલા અંતરિક્ષયાત્રીને અવકાશમાં મોકલી છે. વાંગ યાપિંગ અંતરિક્ષમાં જનારી પહેલી ચીની મહિલા બની છે. તે ઉપરાંત છ માસ સુધી ત્રણ અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલીને ચીને નવો રેકોર્ડ કાયમ કર્યો છે. પહેલી વખત ચીનના અવકાશયાત્રીઓ આટલા લાંબાંગાળા માટે અવકાશમાં રહેશે.

આ પણ વાંચોઃ Nirmala sitharaman: ડિજિટલ વેપારમાં દુનિયાનુ મુખ્ય કેન્દ્ર બનશે ભારત, નાણા મંત્રી સિતારમન દિગ્ગજ કંપનીઓના CEOને મળ્યા- વાંચો વિગત


ચાઈના મેન્ડ સ્પેસ એજન્સી (સીએમએએ)ના કહેવા પ્રમાણે લોન્ચ માર્ચ-૨ એફવાઈ-૧૩ રોકેટની મદદથી શેનઝોઉ-૧૩ મેન્ડ મિશન કેપ્સૂલ ચીનના નિર્માણાધીન સ્પેસ સ્ટેશન તિયાનગોન્ગ સુધી પહોંચ્યું હતું. આ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનનું કામ કરવા ઉપરાંત બે વખત સ્પેસવૉક કરશે એવું પણ ચીને કહ્યું હતું.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અમેરિકા અને રશિયાની મોનોપોલી છે. ખાસ તો અમેરિકા આ સ્પેસ સ્ટેશન મારફતે નીત નવા પ્રયોગો કરે છે અને અંતરિક્ષમાં તેની શક્તિ વધારેને વધારે મજબૂત કરે છે. અમેરિકાને પડકાર ફેંકવા માટે જ ચીને અલાયદું સ્પેસ સ્ટેશન બનાવ્યું છે.
ચીન સ્પેસમાં વિશાળ બાંધકામ કરી રહ્યું છે. જેમાં વિવિધ સુવિધા ઉપલબ્ધ થશે એવું કહેવાય છે. સ્પેસ ટૂરિઝમના હેતુથી ટૂરિસ્ટ કોમ્પલેક્ષ બનાવાશે એવી અટકળો થઈ રહી છે. ચીને આ બાંધકામ માટે પાંચ વર્ષનો સમયગાળો નક્કી કર્યો છે.

Whatsapp Join Banner Guj