Earthquake In nepal

Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપથી હાહાકાર, અધધ આટલા લોકોની થઈ મોત…

Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપથી 128 લોકોના થયા મોત, કેટલાક ઘાયલ…

નવી દિલ્હી, 04 નવેમ્બરઃ Earthquake in Nepal: ભારતના પાડોશી દેશ નેપાળમાં ભૂકંપએ હાહાકાર મચાવી છે. અહીં અત્યાર સુધીમાં ભૂકંપના કારણે 128 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ છે. ખબર હોય કે, નેપાળમાં એક મહિનામાં આ ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગઈકાલે રાત્રે લગભગ 11 કલાક 32 મિનિટે આવેલા આ ભૂકંપના ઝટકાથી દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતના ઘણા ભાગમાં અસર થઈ છે. જેવો લોકોએ ભૂકંપના ઝટકાનો અનુભવ કર્યો કે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. હાલમાં ચારે તરફ ભયનો માહોલ છે.

128 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…

નેપાળમાં આવેલા આ ભૂકંપના લીધે અત્યાર સુધી 128 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, જજરકોટ જિલ્લામાં 17, રૂકુમ જિલ્લામાં 36 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઘણું નુકસાન પણ પહોંચ્યુ છે. આ દુર્ઘટના પર નેપાળના વડાપ્રધાન પુષ્પ દહલ પ્રચંડે દુ:ખ વ્યક્ત કર્યુ છે. હાલમાં બંને જિલ્લામાં બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો…. Press Conference on Heart Disease: ગુજરાત સરકાર-યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો