Earthquake graph

Earthquake in Pak: પાકિસ્તાનમાં ભૂંકપના આંચકા 20 લોકોએ ગુમાવ્યો જીવ તો 200 ઘાયલ થયા- વાંચો વિગત

Earthquake in Pak: પાકિસ્તાનના હરનેઈ વિસ્તારમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેના કારણે ભારે નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવી દિલ્હી, 07 ઓક્ટોબરઃ Earthquake in Pak: પાકિસ્તાનમાં ગુરૂવારે વહેલી સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા જેમાં ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. તે સિવાય મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે. પાકિસ્તાનના હરનેઈ વિસ્તારમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેના કારણે ભારે નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6ની આસપાસની હોવાનું માનવામાં આવે છે જેના કારણે ઠીકઠાક નુકસાન થવાની આશંકા રહે છે. વહેલી સવારે આશરે 3:00 કલાકે આ પ્રકારનો ભૂકંપ અનુભવાયો હતો જેને લઈ ભારે હડકંપ મચ્યો હતો. આરામથી ઘરમાં નિંદ્રા માણી રહેલા લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને બચવા માટે પ્રયત્ન કર્યો હતો. તે સિવાય ભૂકંપના કારણે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ભૂકંપના કારણે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના કહેવા પ્રમાણે મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. 

આ પણ વાંચોઃ Garba Guidelines: ગરબામાં ભાગ લેનારે વેક્સિનના બે ડોઝ લેવાના જાહેર કરેલા હુકમને ધ્યાનમાં લઈ રાજ્યના જિલ્લાઓમાં બહાર પાડ્યા જાહેરનામા!

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીના કહેવા પ્રમાણે છતો અને દીવાલો પડવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સરકારના મંત્રી મીર જિયા ઉલ્લાહે જણાવ્યું કે, તેમને 20 લોકો માર્યા ગયા હોવાની સૂચના મળી છે અને બચાવ અભિયાન ચાલુ છે.

તે વિસ્તારના ડેપ્યુટી કમિશનરે ભૂકંપના કારણે ઓછામાં ઓછા 200 લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી અને મૃતકઆંક વધવાની આશંકા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયામાં ભૂકંપ બાદની અનેક તસવીરો વહેતી થઈ છે જેમાં ભૂકંપના આંચકા બાદ રસ્તા પર દોડી આવેલા લોકો જોઈ શકાય છે. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા બાદ રાહત અને બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી છે અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Whatsapp Join Banner Guj