Kelifornia function

Flag Day Salute Program: કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમનો યોજાયો

Flag Day Salute Program: કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમનો યોજાયો હતો. જેમાં ઓરેન્જ કાઉન્ટીમાં રહેતા ભારતીયોઍ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આર્સેટિયા, ૧૨ સપ્ટેમ્બર: Flag Day Salute Program: અમેરિકામાં દર વર્ષે ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમ યોજાતો હોય છે. કેલિફોર્નિયા રાજ્યના ઓરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડે નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેલિફોર્નિયાના ગર્વનરપદના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર લેરી ઍલ્ડર, ઍનઍલઍફના પૂર્વ સુપરસ્ટાર તથા અમેરિકાના કોગ્રેસમેન બર્નિસ ઓવેનસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્ના હતા.

આ પણ વાંચો…Success story: માત્ર પચાસ હજાર રૂપિયામાં બિઝનેસ શરૂ કર્યો અને બે વર્ષમાં અઢી કરોડનું ટર્ન ઓવર થયું.

ઉપરાંત (Flag Day Salute Program) ઓરેન્જ કાઉન્ટીની કાઉન્સિલ કીમ યોગ, ટીમ શોક, શેરીફ ડોન બર્નીસ પણ હાજર રહ્ના હતા. આ કાર્યક્રમમાં સૌથી નોધનીય બાબત ઍ રહી હતી કે, તેમાં ભારતીય મૂળના અગ્રણીઓ અને લોકો હાજર રહ્ના હતા. જેમાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહને પણ વિશેષ આમંત્રિત કરાયા હતા.

Flag Day Salute Program

અત્રે ઉલ્લેખનીય છે કે, કેલિફોર્નિયામાં ગર્વનરપદની ચૂંટણી ચાલી રહી છે. જેમાં લેરી ઍલ્ડર રીપબ્લિકન પક્ષના ઉમેદવાર છે. ૬૯ વર્ષના લેરીઍ બ્રાઉન યુનિવર્સિટીમાં થી બીઍ તથા મિશિગન યુનિ. માંથી જેડીની ડીગ્રી મેળવી છે. લેરી ઍલ્ડર અમેરિકાના જાણીતા રેડિયો હોસ્ટ, ઍટર્ની અને લેખક તરેકી નામના ધરાવે છે. રૂઢીવાદી અને જમણેરી વિચારધારા ધરાવતા લેરી પૂર્વે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂસ્ત સમર્થક રહ્ના છે.

Whatsapp Join Banner Guj