Kumkum mandir: કુમકુમ મંદિર ખાતે ગ્રંથ ઉપર સુવર્ણ પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો

Kumkum mandir: કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ….૪ વર્ષના પરિશ્રમના અંતે ૯૬ વર્ષની ઉંમરે ૧ર૩ર પેજનો વિશાળ ગ્રંથ તૈયાર કર્યો છે. – સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદ , ૧૩ સપ્ટેમ્બર: Kumkum mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે સદગુરુ સમર્પણ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સદગુરુ સ્વામીશ્રી અને સંતોએ દીપ પ્રાગ્રટ્ય કર્યું હતું. બાળકો દ્વારા નૃત્ય કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

ત્યારબાદ શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ ઉપર મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સુવર્ણ પુષ્પોથી અભિષેક કર્યો હતો અને ત્યારપછી આ ગ્રંથના ગાન સાથે સામૂહીક યજ્ઞ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ રીતે સૌ પ્રથમ વખત આ રીતે ગ્રંથને આહુતિ આપવામાં આવી હતી.ત્યારબાદ ૧૦૧ દિવેટની આરતી કરવામાં આવી હતી. અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

Kumkum mandir

આ પ્રસંગનું સ્વામિનારાયણ (Kumkum mandir) મંદિર – કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના ભક્તો ઓનલાઈન જોડાયા હતા.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથમાં જીવનપ્રાણ બાપાશ્રીનું વિસ્તૃત જીવનચરિત્ર છે.આ ગ્રંથમાં કુલ ૧ર૩ર પેજ છે. જેની અંદર ચોપાઈ અને પૂર્વછાયો છે. કુલ ર૬૯ તરંગ છે.આ ગ્રંથ ૪ વર્ષની મહેનતના ૯૬ વર્ષની ઉંમરે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ તૈયાર કર્યો હતો. કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન કર્યા હોય તેવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક માત્ર સંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી છે.

આ પણ વાંચો…Flag Day Salute Program: કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટી ખાતે રીપબ્લિકન પાર્ટી દ્વારા ફ્લેગ ડે સેલ્યુટનો કાર્યક્રમનો યોજાયો

સાધુ પ્રેમવત્સલદાસજીએ ગ્રંથની વિશિષ્ટતા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાવતો અદ્ભૂત આ ગ્રંથ છે. ભગવાન કેવા સર્વોપરી છે ? ભગવાનને કેવી રીતે પામી શકાય ? જીવનો મોક્ષ કેમ થાય ? આપણા દોષો ટાળવા શું કરવું જોઈએ ? અનાદીમુક્ત કેવી રીતે બનાય ? તે દરેક બાબતો આ ગ્રંથમાંથી જાણવા મળે છે ? આ ગ્રંથ વાંચવાથી આલોક અને પરલોકમાં સુખી થવાય છે. જે મનોરથ હોય તે પૂર્ણ થાય છે. જે ગ્રંથ વાંચે તેને ભગવાનના દર્શન થાય છે. અંતકાળ આવે ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને તેડવા માટે આવે છે.

શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અત્યાર સુધીમાં ૯ ગ્રાંથો સત્સંગને સમર્પિત કર્યા છે. તા. ર૦ – ૧૦ – ર૦ર૧ શરદપૂર્ણિમા રોજ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. ત્યારે કુમકુમ મંદિર દ્વારા સદગુરુ સમર્પણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.

Whatsapp Join Banner Guj