Ukraines president rejects Russias offer

Ukraine’s president rejects Russia’s offer: યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાની ઓફર ઠુકરાવી, કહ્યું- યુક્રેન અન્ય સ્થળો પર વાતચીત માટે તૈયાર

Ukraine’s president rejects Russia’s offer: રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિને કહ્યુ કે બેલારુસમાં યુક્રેનની સાથે રશિયા વાતચીત માટે તૈયાર છે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ Ukraine’s president rejects Russia’s offer: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે. રશિયાનો હુમલો હવે બેકાબૂ થતો જઈ રહ્યો છે. સવારે જ યુક્રેન રશિયન સૈનિકોના હુમલાથી ડરેલુ છે. રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિને કહ્યુ કે બેલારુસમાં યુક્રેનની સાથે રશિયા વાતચીત માટે તૈયાર છે. આ જાણકારી રશિયન સમાચાર એજન્સીએ આપી છે. આ ઓફર બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મિન્સ્કમાં શાંતિ વાર્તાની ઓફરને ઠુકરાવી દીધી. તેમણે કહ્યુ કે યુક્રેન અન્ય સ્થળો પર વાતચીત માટે તૈયાર છે. 

બેલારુસમાં વાતચીત સ્વીકાર નહીં

રવિવારે એક વીડિયો સંદેશમાં બોલતા રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સકીએ કહ્યુ કે વાતચીત વાર્સા, બ્રાતિસ્લાવા, ઈસ્તાંબુલ, બુડાપેસ્ટ કે બાકુમાં જ થઈ શકે છે. અન્ય સ્થળ પર પણ વાતચીત સંભવ છે પરંતુ તેમણે સ્પષ્ટ કર્યુ કે યુક્રેન રશિયા દ્વારા વાતચીત માટે બેલારૂસની પસંદગીને સ્વીકારતુ નથી.

રશિયન રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન તરફથી કહેવામાં આવ્યુ છે કે રશિયાએ એક પ્રતિનિધિમંડળને બેલારુસ મોકલ્યુ છે. રશિયા બેલારૂસમાં યુક્રેનની સાથે શાંતિ વાર્તા શરૂ કરવા માટે તૈયાર છે. ક્રેમલિનનુ કહેવુ છે કે એક રશિયન પ્રતિનિધિમંડળ યુક્રેનના અધિકારીઓની સાથે વાતચીત માટે બેલારૂસી શહેર હોમેલ પહોંચ્યુ છે.

આ પણ વાંચોઃ indian girl refuses to leave ukraine: આ ભારતીય દીકરીએ યુક્રેન છોડવાની ના પાડી, કારણ જાણીને લોકો થઈ રહ્યા છે ભાવુક

યુક્રેનની રાજધાની કીવમાં દહેશતનો માહોલ છે, અહીં સતત સાયરન વાગી રહી છે. રશિયાના હુમલા હવે બેકાબૂ થતા જઈ રહ્યા છે. રશિયાની સેના ખારકીવમાં ઘૂસી ગઈ છે. હવે રશિયા યુક્રેનની રાજધાની કીવ પર કબ્જાની તૈયારીમાં છે. કીવમાં રશિયાએ ન્યુક્લિયર કચરા પર મિસાઈલ ફેંકી છે. રાજધાની કીવમાં હવે લોકો પોતાનો જીવ બચાવવા માટે ગામ તરફ ભાગી રહ્યા છે.

ચેર્નિહાઈવમાં પોલીસે રોક્યો રશિયાના ટેન્કનો કાફલો

યુક્રેનના ચેર્નિહાઈવ વિસ્તારમાં રશિયાની ટેન્કોનો કાફલો પોલીસે રોકી દીધો છે. યુક્રેનમાં રશિયાની સેના હવે ખારકીવની સાથે જ કીવમાં પણ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહી છે.

બુખારેસ્ટથી 198 વિદ્યાર્થીને લઈને ઉડ્યુ ભારતીય વિમાન

યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે ઈન્ડિયન ગવર્નમેન્ટનુ અભિયાન ચાલુ છે. એર ઈન્ડિયાનુ AI 1942 વિમાન રોમાનિયાના બુખારેસ્ટના 198 વિદ્યાર્થીઓને લઈને દિલ્હી આવી રહ્યુ છે.

Gujarati banner 01