surekha sikri

Surekha sikri: બાલિકા વધુના દાદીસા સુરેખા સિક્રીનું દુઃખદ અવસાન, 3 વાર મેળવ્યો હતો નેશનલ અવોર્ડ

Surekha sikri: ગયા વર્ષે તેમણે મહારાષ્ટ્ર સરકારને 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને શૂટિંગ કરવાની પરવાનગી આપવાની માગણી કરી હતી

બોલિવુડ ડેસ્ક, 16 જુલાઇઃ Surekha sikri: દિગ્ગજ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ સુરેખા સિક્રીનું કાર્ડિયક અરેસ્ટને કારણે 75 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમણે ટીવી સિરિયલ ‘બાલિકાવધૂ’માં દાદીસાનો રોલ પ્લે કર્યો હતો. ‘બધાઈ હો’ પછી તેમની પાસે કોઈ મોટો પ્રોજેક્ટ નહોતો. ગયા વર્ષે તેમણે મહારાષ્ટ્ર સરકારને 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને શૂટિંગ કરવાની પરવાનગી આપવાની માગણી કરી હતી.

સુરેખાને 2018માં મહાબળેશ્વરના એક ટીવી શોના શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ પડી ગયાં હતાં અને માથામાં ઈજા થઈ હતી. એ સમયે ચર્ચા હતી કે તેમને પેરાલિસિસ થઈ ગયો હતો, જોકે પછી તેઓ ઠીક થઈ ગયાં હતાં.

2020માં સુરેખા(Surekha sikri)ની નર્સે સૌ પહેલા આ વાતની માહિતી શૅર કરી હતી કે સવારે 11 વાગ્યાની આસપાસ સ્ટ્રોક આવ્યો હતો. એ સમયે સુરેખા જ્યૂસ પીતાં હતાં. કેટલાક રિપોર્ટ્સ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નર્સ પાસે સારવારના પૂરતા પૈસા નહોતા. જોકે પછી તેમનો પરિવાર આવી ગયો હતો અને સારવારના પૈસા આપ્યા હતા.

ગયા વર્ષે સુરેખાએ મુશ્કેલ સમયમાં કહ્યું હતું, ‘લોકોએ મને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયાસ કર્યો અને એ માટે આભારી છું. જોકે મેં કોઈ પાસેથી આર્થિક મદદ લીધી નહોતી. મને કામ આપો અને હું સન્માનથી પૈસા કમાવવા માગું છું.’

સુરેખા મૂળ ઉત્તરપ્રદેશનાં હતાં. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સ્ટેજ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે 1971માં NSD (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ તેઓ મુંબઈ આવ્યાં હતાં. તેમના પિતા એરફોર્સમાં તથા માતા શિક્ષક હતાં. તેમણે હેમંત રેગે સાથે લગ્ન કર્યાં હતાં. 20 ઓક્ટોબર, 2009ના રોજ તેમનું હાર્ટ-અટેકને કારણે અવસાન થયું હતું.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Jackie Chan join CPC: હોલીવુડના દિગ્ગજ અભિનેતાએ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાવવાની ઇચ્છા વ્યકત કરી- વાંચો સંપૂર્ણ અહેવાલ