Ladu vitaran yojna Amit shah

Ladu vitaran yojna: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના લોકસભા સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ કર્યો

Ladu vitaran yojna: ગાંધીનગર ક્ષેત્રમાં લગભગ સાત હજાર ગર્ભવતી મહિલાઓને કુપોષણ સામે લડવા માટે સ્વયંસેવી સંસ્થાઓનાં માધ્યમથી, જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી દર મહિને 15 પૌષ્ટિક લાડુ મફત મળશે

કેન્દ્રીય ગૃહમંત્રીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતીને દુનિયામાં ભારતનું નામ રોશન કરવા બદલ ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા

  • પ્રધાનમંત્રીજીએ 8 માર્ચ 2018ના રોજ રાજસ્થાનના ઝુંઝનુથી પોષણ અભિયાનની શરૂઆત કરી હતી અને કુપોષણના મુદ્દાઓને લઈને દેશભરમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યુ

ગાંધીનગર, ૩૦ ઓગસ્ટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના લોકસભા સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ કર્યો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે આજે જન્માષ્ટમીનો પાવન અવસર છે અને આજના જ દિવસે લગભગ 5100 વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.

તેમણે કહ્યું કે શ્રી કૃષ્ણનો જન્મ એવા સમયે થયો જ્યારે સમગ્ર દેશને જરૂર હતી કે ધર્મના આધારે ચાલવા માટે કોઈ રસ્તો બતાવે. ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ બહુમુખી તેમજ બહુઆયામી હતું, તેઓ તત્વચિંતક હતા, જેમણે ગીતાની રચના કરી અને ધર્મની સ્થાપના કરી. આ આપણે બધા ગુજરાતવાસીઓ માટે ગર્વનો વિષય છે કે ગુજરાત શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે. અમિત શાહે સમસ્ત દેશવાસીઓ અને દુનિયાભરના લોકોને શ્રીક઼ૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ આપી.

Ladu vitaran yojna, amit shah Gandhinagar

કેન્દ્રીય ગૃહમંત્રીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતીને દુનિયામાં ભારતનું નામ રોશન કરવા બદલ ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા. શાહે કહ્યું કે શ્રીકૃષ્ણના બાળ-ગોપાલ સ્વરૂપને સ્વસ્થ બાળકોમાં આદર્શ માનવામાં આવે છે અને આજનો જ દિવસ એ ખૂબ આનંદિત કરનારો અવસર છે કે આજથી ગાંધીનગર ક્ષેત્રમાં લગભગ સાત હજાર ગર્ભવતી મહિલાઓને કુપોષણ સામે લડવા માટે સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી, જ્યાં સુધી બાળકનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી દર મહિને 15 પૌષ્ટિક લાડુ મફત મળશે. તેમણે કહ્યું કે આ યોજનામાં સરકારનો એક પણ પૈસો લાગશે નહીં કેમકે તેની જવાબદારી સ્વયંસેવી સંસ્થાઓએ ઉઠાવી છે.

આ પણ વાંચો…Kabul airport rocket attack: કાબુલ એરપોર્ટ પર ફરી એક વખત રોકેટ વડે હુમલો, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

અમિત શાહે કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને વર્ષ 2022માં ઓગસ્ટમાં જ્યારે અમૃત મહોત્સવ યોજાશે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષ્ય રાખ્યું છે કે દેશની માતાઓ અને બાળકો સુરક્ષિત રહે. પ્રધાનમંત્રીજીએ કહ્યું છે કે ‘સહી પોષણ, દેશ રોશન’, કોઈપણ દેશની કાંતિ, કોઈપણ દેશનો પ્રકાશ, પોષિત માતા અને પોષિત બાળકો વિના ન હોઈ શકે. તેમણે કહ્યું કે જ્યાં સુધી બાળકો સ્વસ્થ ન હોય, તેમને જન્મ આપનારી માતા સ્વસ્થ ન હોય, ત્યાં સુધી કોઈપણ દેશ આગળ ન વધી શકે.

Ladu vitaran yojna

અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રીએ 8 માર્ચ 2018માં રાજસ્થાનના ઝુંઝનુથી પોષણ અભિયાનની શરૂઆત કરી હતી અને કુપોષણના મુદ્દાઓને લઈને દેશભરમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. પ્રધાનમંત્રીજીએ 8 માર્ચ, 2018ના રોજ કુપોષણ વિરુદ્ધ જે લડાઈ શરૂ કરી હતી, તે આજે એક મોટું આંદોલન બની ગયું છે. તેમણે કહ્યું કે માતાઓ અને બાળકોના પોષણનું(Ladu vitaran yojna) અભિયાન, જે પ્રધાનમંત્રીએ શરૂ કર્યુ છે એ અટકશે નહીં. શ્રી અમિત શાહે કહ્યું કે ગાંધીનગરમાં એક પણ માતા કુપોષિત ન રહે, એક પણ બાળક કુપોષિત ન રહે, એ તેમની જવાબદારી છે. તેમણે કહ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પોષણની સૌથી વધુ જરૂર હોય છે અને આ લાડુમાં પ્રોટીન, ઘી, વિટામીન, પોષક તત્વો હોય છે અને તે એક મહિના સુધી ખરાબ થતા નથી.

Ladu vitaran yojna

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી બધી પોષણ સંબંધિત (Ladu vitaran yojna)વ્યવસ્થાઓ શરૂ કરી છે. ત્રણ વર્ષોમાં લગભગ સાડા સાત કરોડ ગર્ભવતી મહિલાઓ અને ત્રણ કરોડ સત્તર લાખ સ્તનપાન કરાવનારી માતાઓને ફોલિક એસિડ સપ્લીમેન્ટના 180 ડોઝ આપવામાં આવ્યા, જેનાથી તેમનું સ્વાસ્થ્ય સુરક્ષિત છે. તેમણે કહ્યું કે વર્ષ 2016માં શરૂ કરાયેલા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત લગભગ ત્રણ કરોડ માતાઓની પ્રસૂતિ પૂર્વે તપાસ થાય છે.

તેમણે કહ્યું કે ભારત સરકારે અનેક કાર્યક્રમ શરૂ કર્યા છે. લગભગ 8.6 લાખ સ્માર્ટફોન ખરીદીને આંગણવાડી અને આશા કાર્યકર્તાઓને આપ્યા છે. કુપોષણ સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે 18 મંત્રાલયોએ મળીને પોષણ અભિયાનનો પ્રચાર-પ્રસાર કરવા માટે એક સમૂહ બનાવીને એક સામૂહિક અભિયાન ચલાવ્યું છે.

Whatsapp Join Banner Guj

અમિત શાહે ઉપસ્થિત પંચાયતોના સરપંચોને અનુરોધ કર્યો કે યોજનાઓની પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ન રહી જાય, તેની જવાબદારી આપણે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. તેમણે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો ઘણા અગત્યના છે અને એ થતા રહેશે પરંતુ લોકતંત્રમાં સૌથી અગત્યનું એ છે કે નિર્બળ, ગરીબો, પછાતો અને મહિલાઓનું સશક્તીકરણ થાય, બાળકોને તેમના અધિકાર આપવા, અને જો આ બધુ આપણે સફળતાપૂર્વક આપી શકીએ ત્યારે જ આપણે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે પોતાના દાયિત્વને સો ટકા નિભાવી શકીશું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તમામ યોજનાઓ પર અમલ જરૂરી છે પરંતુ વ્યક્તિ જ નિર્બળ, કુપોષિત અને ગરીબ રહી જાય છે તો તમામ સુવિધાઓનો કોઈ અર્થ નથી, કેમકે જનતંત્ર અને લોકતંત્રમાં સૌપ્રથમ વ્યક્તિ જ સૌથી નાનું એકમ છે.