Kabul Airport serial blast update

Kabul Airport serial blast update: કાબુલ એરપોર્ટ પાસે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ, 72 લોકોના મોત-143થી વધુ ઘાયલ, ISIS-K એ લીધી જવાબદારી

Kabul Airport serial blast update: કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલા બાદ અમેરિકા ગુસ્સે ભરાયું છે. રાષ્ટ્રપતિ જો બિડેને હુમલા માટે જવાબદાર ઈસ્લામિક સ્ટેટને (ISIS) પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. પોતાના સૈનિકો અને સામાન્ય અફઘાનીઓના મોત પર ભાવુક થયેલા જો બિડેને કહ્યું કે, ISIS ને તેની કિંમત ચૂકવવી પડશે

કાબુલ, 27 ઓગષ્ટઃ Kabul Airport serial blast update: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 13 યુએસ કમાન્ડો સહિત કુલ 72 લોકોના મોત થયા છે. એક અફઘાન અધિકારીએ દાવો કર્યો છે કે, એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાની માર્યા ગયા છે અને લગભગ 143 અન્ય લોકો ઘાયલ થયા છે. જો કે, ભારતે (India) કાબુલ એરપોર્ટ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની સખત નિંદા કરી છે.

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે એક ટ્વિટમાં આઈએસઆઈએસ સાથે તાલિબાનના સંબંધોનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, “અમારી પાસેના દરેક પુરાવા દર્શાવે છે કે IS-K ના મૂળ તાલિબ અને હક્કાની નેટવર્કમાં છે, જે ખાસ કરીને કાબુલમાં સક્રિય છે.” તાલિબાને આઈએસઆઈએસ સાથેના તેના સંબંધોને ફગાવી દીધા છે. જેમ તેણે ક્વેટા શૂરા પર પાકિસ્તાનની લિંકને નકારી હતી.

આ પણ વાંચોઃ all parties with gov. on afghanistan issue: અફઘાનિસ્તાનના મુદ્દે આજે સરકારે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઇ, વિદેશમંત્રીએ કરી મહત્વની વાત!

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કાબુલ એરપોર્ટ પાસે થયેલા હુમલામાં 13 યુએસ કમાન્ડોના મૃત્યુની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતા બલિદાન આપ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, ‘કાબુલમાં આતંકવાદી હુમલામાં અમેરિકી સૈન્યના 13 સભ્યો માર્યા ગયા. આ બહાદુર સૈનિકો હજારો જીવ બચાવતા મૃત્યુ પામ્યા, તેઓ નાયકો છે.

આગળની ટ્વિટમાં તેણે કહ્યું, ‘ડગલસ એમ્હોફ અને હું અમે ગુમાવેલા અમેરિકનોનો શોક વ્યક્ત કરીએ છીએ. અમે હુમલામાં ઘાયલ થયેલા અમેરિકનો માટે પ્રાર્થના કરીએ છીએ. અમે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા અફઘાન નાગરિકો માટે પણ દુ:ખી છીએ.

કાબુલ એરપોર્ટ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોના મોત પર અમેરિકાએ શોક વ્યક્ત કર્યો છે અને વ્હાઈટ હાઉસમાં તેમનો ઝંડો અડધી કાઠીએ ફરકાવ્યો છે. પ્રેસ સેક્રેટરીએ જાણકારી આપતા કહ્યું કે, અમેરિકી ફ્લેગને 30 ઓગસ્ટ સુધી અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલા બાદ અમેરિકા ગુસ્સે ભરાયું છે. રાષ્ટ્રપતિ જો બિડેને હુમલા માટે જવાબદાર ઈસ્લામિક સ્ટેટને (ISIS) પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. પોતાના સૈનિકો અને સામાન્ય અફઘાનીઓના મોત પર ભાવુક થયેલા જો બિડેને કહ્યું કે, ISIS ને તેની કિંમત ચૂકવવી પડશે. આ જખમને અમે નહિ ભૂલીએ. અમે એક-એક આતંકીને પકડીને મોતના ઘાટ ઉતારીશું.

અફઘાન મીડિયાના જણાવ્યા અનુસાર પહેલા બે બોમ્બ બ્લાસ્ટ કાબુલ એરપોર્ટના Abbey Gate પાસે થયા હતા. પેન્ટાગોને કહ્યું કે, અફઘાનિસ્તાનમાં એક વર્ષથી સૌથી વધુ ભીષણ આતંકવાદી હુમલામાં આઇએસઆઇએસ દ્વારા કાબુલ એરપોર્ટ બહાર કરવામાં આવેલા હુમલામાં 13 અમેરિકી સૈનિકો માર્યા ગયા અને 18 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ Suicide Attack in kabul airport: કાબુલ એરપોર્ટની બહાર આત્મઘાતી હુમલો, 13 લોકોના મોત, ફોટો અને વીડિયો થયો વાયરલ

અફઘાનિસ્તાનમાં ગુરુવારના કાબુલ એરપોર્ટ નજીક એક આત્મઘાતી હુમલો અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર  કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. હુમલામાં 13 યુએસ નૌસૈનિક માર્યા ગયા છે, જ્યારે 18 ઘાયલ થયા છે. એક અફઘાન અધિકારીએ દાવો કર્યો છે કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાની માર્યા ગયા છે અને લગભગ 143 અન્ય ઘાયલ થયા છે.

અમેરિકન મીડિયા અનુસાર, આ આત્મઘાતી બોમ્બર હુમલો હતો. આ હુમલાની સાથે Abbey Gate પાસે પણ ગોળીબાર પણ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ISIS-K આતંકવાદી જૂથે કાબુલ એરપોર્ટ પર આ હુમલો કર્યો હતો. આ ઘટના પછી, નેધરલેન્ડે અફઘાનિસ્તાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવતા ઓપરેશનને અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. ત્યારે બ્રિટને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી છે.

Whatsapp Join Banner Guj