Landslide in turkey

Landslide in turkey: તૂર્કિની વિવિધ નદીઓ અને પહાડી પ્રદેશોમાં ભેખડો ધસી પડતા અત્યાર સુધી 27 લોકોના મોત

Landslide in turkey: કાળા સમુદ્રના કિનારે આવેલાં બાર્ટિન, કસ્તામોનુ, સિનોપ, અને સામસન જેવા પ્રાતોના વિવિધ શહેરો અને ગ્રામ્ય પ્રદેશોમાં આવેલા પ્રચંડ પૂરના કારણે અનેક મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ધસી પડી હતી અને રોડ-રસ્તા ઉપર પાક થયેલી અનેક મોટર કારો પાણીના પ્રચંડ વેગમાં તણાિ ગઇ હતી.

અંકારા, 14 ઓગષ્ટ : Landslide in turkey : તૂર્કિની વિવિધ નદીઓ અને પહાડી પ્રદેશોમાં ભેખડો ધસી પડતા અત્યાર સુધી 27 લોકોના મોત થયાં હતા અને હજુ મૃત્યુઆંક વધવાની શક્યતાને નકારી શકાતી નથી. શુક્રવારે રાહત અને બચાવ ટુકડીના જવાનોને 10 મૃતદેહો મળી આવ્યા હતા અને હજુ એક ડઝનથી વધુ લોકો ગુમ થયા હોવાની આશંકા સેવાઇ રહી છે એમ સરકારી અધિકારીે કહ્યું હતું.

કાળા સમુદ્રના કિનારે આવેલાં બાર્ટિન, કસ્તામોનુ, સિનોપ, અને સામસન જેવા પ્રાતોના વિવિધ શહેરો અને ગ્રામ્ય પ્રદેશોમાં આવેલા પ્રચંડ પૂરના કારણે અનેક મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ધસી પડી હતી અને રોડ-રસ્તા ઉપર પા4ક થયેલી અનેક મોટર કારો પાણીના પ્રચંડ વેગમાં તણાિ ગઇ હતી.

આ પણ વાંચોઃ Lord shri ramlalla: લગભગ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ લલ્લા 21 કિલો ચાંદીના ઝૂલામાં બિરાજમાન થયા, જુઓ વિડિયો અને કરો રામજીના દર્શન

સરકારી તંત્રએ અત્યાર સુધી 1700 લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. સૌથી વધુ ખુવારી કસ્તામોનું પ્રાંતમાં થઇ હતી જ્યાં એક મોટા ઝરણાનો કિનારો તૂટી પડતા પાણી શહેરમાં ઘૂસી આવ્યા હતા અને બોઝકુટ નામના નગરમાં ભારે વિનાશ વેર્યો હતો.

તૂર્કિની દક્ષિણે આવેલાં મુગલા અને આનાતોલિયા જેવા વિદેશી મુસાપરો માટે ફેવરિટ ગણાતા પ્રાંતમાં ાવેલા પહાડી પ્રદેશો અને જંગલોમાં ભારે આગ પાટી નીકળી હતી જેના કારણે તે વિસ્તારોમાં પૂરથી વધુ નુકસાન થયું નહોતું. જો કે જંગલોમાં ફાટી નીકલેલા દાવાનળના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હતા અને હજારો લોકોને પોતાના ઘરબાર છોડીને ભાગી જવાની પરજ પડી હતી.

આ પણ વાંચોઃ Taliban captures kabul: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ટૂંક સમયમાં સ્થાપિત થશે તેવી આશંકા, અત્યાર સુધી આટલા ભાગ પર કબજો કર્યો!

Whatsapp Join Banner Guj