Mexico prison shooting

Mexico prison shooting: મેક્સિકોની જેલમાં અંધાધૂંધ ગોળીબારી, 14 લોકોના મોત

Mexico prison shooting: ગોળીબારીની ઘટના બાદ જેલમાં અરાજકતાનો માહોલ

નવી દિલ્હી, 02 જાન્યુઆરી: Mexico prison shooting: મેક્સિકોની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. દેશની સૌથી કુખ્યાત જેલમાંથી એક પર બંદૂકધારીઓએ અચાનક હુમલો કર્યો હતો. જેલમાં તૈનાત સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલા જ બંદૂકધારીઓ ગોળીઓ ચલાવતા જેલની અંદર ઘૂસી ગયા હતા. જેના કારણે જેલમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

આ હુમલામાં 10 સુરક્ષાકર્મીઓ અને 4 કેદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. જેલમાં થયેલી નાસભાગનો લાભ ઉઠાવતા 24 કેદીઓ પણ ફરાર થઈ ગયા છે. અગાઉ ઓક્ટોબર 2022માં બંદૂકધારીઓએ દક્ષિણ મેક્સિકોમાં હુમલો કર્યો હતો અને 18 લોકોની હત્યા કરી હતી. આ હુમલામાં શહેરના મેયરનું પણ મોત થયું હતું.

ઉત્તરી મેક્સિકોની જેલ પર બખ્તરબંધ વાહનોમાં સવાર હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે સ્થળ પર નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. બંદૂકધારીઓએ ઝડપથી ગોળીબાર શરૂ કર્યો હતો. હુમલા બાદ જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં 10 સુરક્ષાકર્મીઓ અને 4 કેદીઓ માર્યા ગયા હતા. જ્યારે 24 કેદીઓ પણ જેલમાંથી ભાગી ગયા હતા.

જેલ બ્રેકની ઘટનાને સ્થાનિક સમય અનુસાર સવારે અંજામ આપવામાં આવ્યો હતો. બંદૂકધારીઓના હુમલા બાદ કેદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ હતી. જેલ પર હુમલા પહેલા કેટલાક બંદૂકધારીઓએ સ્થાનિક પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો. પોલીસે હુમલામાં સંડોવાયેલા 4 ગુનેગારોને ઝડપી લીધા હતા. બાદમાં હુમલાખોરોએ જેલની બહાર તૈનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો.

જેલ પર હુમલા બાદ કેદીઓ વચ્ચે જ અથડામણ થઈ હતી. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, કેદીઓ વચ્ચેની અથડામણમાં 13 કેદીઓ ઘાયલ થયા છે. બીજી તરફ જેલમાંથી ભાગી ગયેલા 24 કેદીઓની ઓળખ હજુ સુધી થઈ નથી થઈ શકી.

આ પણ વાંચો: Gold found toilet flush tank of Ahmedabad airport: અમદાવાદ એરપોર્ટના ટોઈલેટ ફ્લશ ટેન્કમાં જાણો કેવી રીતે લાખોનું સોનું છુપાવીને રખાયું હતું…