Vidhan Sabha

10 Congress MLA Suspended: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ- વાંચો શું છે મામલો?

10 Congress MLA Suspended: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે  ‘નકલીકાંડ’નો મુદ્દો ગૃહમાં ઉઠાવીને હોબાળો કર્યો

ગાંધીનગર, 20 ફેબ્રુઆરીઃ 10 Congress MLA Suspended: આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા હતા, જેમાં આજે ગૃહમાં ‘નકલીકાંડ’નો મુદ્દો ઉઠાવીને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ગૃહના સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ દીધા હતા.

આ પણ વાંચોઃ Clarification of UIDAI: મમતા બેનરજીના આરોપો પર UIDAIની સ્પષ્ટતા, કહ્યુ- કોઇ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી- જાણો શું છે મામલો

ચાલી રહેલા શિયાળુ સત્રમાં ગુજરાત વિધાનસભામાં સરકાર વિવિધ પ્રશ્નોના જવાબો આપી રહી છે  ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે  ‘નકલીકાંડ’નો મુદ્દો ગૃહમાં ઉઠાવીને હોબાળો કર્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા હતા.

વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા. આ મુદ્દા બાદ વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદ કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે સસ્પેન્શનના હુકમને રદ્દ કરવાની માગણી કરી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો