oli 759

નેપાળ(nepal)નો નવો મોટો દાવો: વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું- અમારે ત્યાં થઈ છે યોગની ઉત્પત્તિ, ભારતનું કોઈ અસ્તિત્વ જ નહોતું- વાંચો વિગતે

નવી દિલ્હી, 22 જૂનઃ આંતરરાષ્ટ્રીય યોગના દિવસે નેપાળ(nepal)ના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું હતું કે યોગની શરૂઆત ભારતમાં નહીં, પરંતુ નેપાળથી થઈ હતી. યોગ દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં ઓલીએ કહ્યું હતું કે નેપાળમાં યોગ ત્યારથી પ્રચલિત છે જ્યારે ભારતનું એક દેશ તરીકે કોઈ અસ્તિત્વ જ ન હતું. ઓલીએ હાસ્યાસ્પદ વાત કરતાં કહ્યું હતું કે ‘એક રાષ્ટ્ર તરીકે ભારત સ્થાપિત થયું એનાં ઘણાં વર્ષો પહેલાંથી યોગ નેપાળમાં પ્રચલિત હતો. જ્યારે યોગ પ્રચલિત થયો ત્યારે ભારતનું ગઠન થયું ન હતું. એ સમયે ભારત જેવો કોઈ દેશ જ ન હતો.’

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

તેમણે કહ્યું હતું કે એ સમયે ભારત જેવો કોઈ જ દેશ ન હતો, ત્યારે કેટલાંક રાજ્યો જ હતાં, તેથી યોગ નેપાળ(nepal) કે પછી ઉત્તરાખંડની આસપાસ શરૂ થયો હતો. યોગની શરૂઆત ભારતમાં થઈ ન હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે યોગની શોધ કરનારા સંતોને તેની ક્રેડિટ ન આપવામાં આવી. તેમનો દેશ યોગને આખા વિશ્વમાં ન પહોંચાડી શક્યું, પરંતુ ભારતે તેને આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ અપાવી છે.

ઓલીએ કહ્યું હતું કે અમે યોગને વિશ્વ સમક્ષ પહોંચાડવામાં સફળ ન રહ્યા, પરંતુ ભારતના PM નરેન્દ્ર મોદી યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આપ્યો હતો અને આ દિવસની શરૂઆત 21 જૂનથી શરૂ થઈ. આ રીતે યોગને આખી દુનિયામાં ખ્યાતિ મળી. આ પહેલાં કેપી શર્મા ઓલીએ ભગવાન રામને લઈને પણ ગત વર્ષે જુલાઈમાં દાવો કર્યો હતો કે તેમનો જન્મ ભારતના અયોધ્યામાં નહીં, પરંતુ નેપાળમાં થયો હતો.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

નેપાળ(nepal)ના PM ઓલીએ કહ્યું હતું કે રામનો જન્મ નેપાળના ચિતવન જિલ્લાના અયોધ્યાપુરી વિસ્તારમાં થયો હતો. અયોધ્યાપુરી નેપાળમાં હતું. વાલ્મીકિ આશ્રમ પણ નેપાળમાં જ અયોધ્યાપુરીની નજીક હતો. આ ઉપરાંત નેપાળના જ દેવઘાટ વિસ્તારમાં દેવી સીતાનું નિધન થયું હતું. આ સ્થાન પણ અયોધ્યાપુરી અને વાલ્મીકિ આશ્રમની નજીક જ હતું.

નેપાળ(nepal)માં ભારતીય દૂતાવાસે 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સોમવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડિજિટલ માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન ભારતની આઝાદીના 75 વર્ષના જશ્ન ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગ તરીકે કરાયું હતું.

આ પણ વાંચોઃ બદલાતી સિઝનમાં રહે છે બીમાર થવાનો ભય, તો આ ચોમાસા(monsoon)માં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અને સ્વસ્થ્ય રહો