Neuralink Chip

Neuralink Chip: અદ્ભુત ! દિમાગમાં લગાવેલી ચિપે લકવાગ્રસ્ત વ્યક્તિને આપ્યુ નવુ જીવન- જુઓ વીડિયો

Neuralink Chip: વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે આ શખ્સ કોમ્પ્યુટર પર શતરંજ રમી રહ્યો છે અને જરૂર પડવા પર ગીતને પ્લે અને પોઝ કરીને પણ બતાવ્યુ.

whatsapp banner

નવી દિલ્હી, 21 માર્ચઃ Neuralink Chip: Elon Muskની કંપની Neuralinkએ એક મોટુ કામ કરીને બતાવ્યુ છે. તાજેતરમાં જ Neuralinkએ સફળતાપૂર્વક એક વ્યક્તિના મગજમાં ચિપ ફિટ કરી હતી અને હવે તે વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. Neuralinkએ આ વીડિયોને X પર પોસ્ટ કરી અને પછી Elon Muskએ તે વીડિયોને શેર કર્યો. આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને થોડા જ કલાકોની અંદર તેને લાખો લોકોએ જોયો.

વીડિયોમાં એક 29 વર્ષની વ્યક્તિ Noland Arbaugh છે, જે ઓપરેશન બાદ ખૂબ સ્વસ્થ નજર આવી રહ્યા છે. આ વ્યક્તિ Neuralink એન્જિનિયરની સાથે નજર આવ્યા. જે વ્યક્તિના મગજમાં ચિપને ઈમ્પ્લાન્ટ કર્યુ છે, તે ક્વોડ્રપ્લીજિકનું નામ બીમારીની ચપેટમાં આવી ચૂકી છે અને તેના કારણે ગરદનથી નીચેનું તેનુ શરીર પેરાલાઈઝ થઈ ચૂક્યુ છે. દરમિયાન આ વ્યક્તિ વ્હીલચેર પર રહે છે.

આ પણ વાંચોઃ Viksit bharat sampark message: ચૂંટણી પંચનો કેન્દ્ર સરકારને કડક આદેશ, કહ્યું- વૉટ્સએપ પર મોકલાતા ‘વિકસીત ભારત’ના મેસેજ મોકલવાનું બંધ કરો- વાંચો વિગત

વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે આ શખ્સ કોમ્પ્યુટર પર શતરંજ રમી રહ્યો છે અને જરૂર પડવા પર ગીતને પ્લે અને પોઝ કરીને પણ બતાવ્યુ. આ પૂરુ કામ તે માત્ર મગજમાં વિચારીને કરી રહ્યો છે અને તેણે કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યો નથી. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Neuralink એ આ વીડિયોને પોતાના X પ્લેટફોર્મ પર શેર કર્યુ છે, જેને અમુક જ કલાકોની અંદર 41 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આને 14 હજારથી વધુ વખત રિ-શેર કર્યો છે, જેમાંથી એક Elon Musk નું નામ પણ સામેલ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો