IPL 2024

IPL 2024 New Rule: આવતી કાલથી આઈપીએલની 17મી સિઝન શરૂ, BCCIએ લાગુ કર્યો નવો નિયમ

IPL 2024 New Rule: 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આઈપીએલમાં આ ખાસ નિયમ લાગુ કરવામાં આવશે.

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 21 માર્ચઃ IPL 2024 New Rule: આવતી કાલથી આઈપીએલની 17મી સિઝન શરૂ થવા જઈ રહી છે. આ માટે ચાહકોનો ઉત્સાહ પૂરજોશમાં છે. આ ગેમનો રોમાંચ વધુ વધારવા માટે આગામી સિઝનમાં એક નવો નિયમ પણ જોવા મળશે. તેના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આઈપીએલમાં આ ખાસ નિયમ લાગુ કરવામાં આવશે. આ ખાસ નિયમ BCCI દ્વારા તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લાગુ કરવામાં આવ્યો હતો. હવે પહેલીવાર તેનો ઉપયોગ IPLમાં પણ થશે.

આ પણ વાંચોઃ Neuralink Chip: અદ્ભુત ! દિમાગમાં લગાવેલી ચિપે લકવાગ્રસ્ત વ્યક્તિને આપ્યુ નવુ જીવન- જુઓ વીડિયો

આ છે નવો નિયમ

સામાન્ય રીતે T20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સર એટલે કે ખભાની ઉપરના બોલ માન્ય હોતા નથી. આથી બીજા બાઉન્સરને અમ્પાયર દ્વારા વધારાની ડિલિવરી કહીને એક રન આપવામાં આવે છે. પરંતુ ODI અને ટેસ્ટ ક્રિકેટમાં બે બાઉન્સર સ્વીકાર્ય છે. હવે પહેલીવાર IPLમાં પણ આગામી સિઝનમાં એક ઓવરમાં બે બાઉન્સરને મંજૂરી આપવામાં આવશે. આ નવા નિયમથી બોલરોને ઘણો ફાયદો મળી શકે છે. T20 ક્રિકેટમાં દરેક બોલ મહત્વનો હોય છે અને આવી સ્થિતિમાં એક ઇનિંગમાં વધુમાં વધુ 40 બાઉન્સર બોલ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.

આ પણ વાંચોઃ Viksit bharat sampark message: ચૂંટણી પંચનો કેન્દ્ર સરકારને કડક આદેશ, કહ્યું- વૉટ્સએપ પર મોકલાતા ‘વિકસીત ભારત’ના મેસેજ મોકલવાનું બંધ કરો- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો