usa indian protest

Protest by Indians: લોસ ઍન્જલસ ખાતેના બાંગ્લાદેશના કોન્સ્યુલેટ જનરલની ઓફિસ બહાર ભારતીયો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

કેલિફોર્નિયા ૩૦ ઓક્ટોબર: Protest by Indians: બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરી હત્યા કરવાના બનાવો બન્યા છે જેનો વિરોધ થઈ રહ્ના છે. અમેરિકા ખાતે રહેતા ભારતીયો દ્વારા પણ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્લેકાર્ડ સાથે થયેલા વિરોધ પ્રદર્શનમાં ઈસ્કોનના ભક્તો તથા વિવિધ સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા. તેમણે બાંગ્લાદેશ સરકાર કટ્ટરવાદી તત્વો સામે કાર્યવાહી કરે તેવી માગ કરી હતી.

Protest by Indians

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વચ્ચે છેલ્લા થોડા દિવસોમાં બાંગ્લાદેશના ઈસ્કોન સહિતના મંદિરો અને હિન્દુ પર હુમલા કરવામાં આવ્યા હતા. કટ્ટરવાદી તત્વોઍ મંદિરોમાં તોડફોડ કરી હિન્દુઓની હત્યા કરી હતી જેના સામે ભારતમા તો પ્રદર્શન થયું જ હતું જ્યારે હવે અમેરિકામાં વસતા ભારતીયોઍ પણ પ્રદર્શન યોજી આ હિંસક હુમલાનો વિરોધ કર્યો છે. લોસ ઍન્જલસ ખાતેના બાંગ્લાદેશના કોન્સ્યુલેટ જનરલની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…Jio phone: જિયોફોન નેક્સ્ટ રૂ. 1999 + સરળ હપ્તે દિવાળીથી મળશે

જેમાં ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ, લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડન્ટ પી. કે. નાયક, ઍસઍમઍપીના વિજય પાટીલ, સર્ધન કેલિફોર્નિયા હિન્દુ સંઘના તથા ઈસ્કોનના હરિભક્તો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતા. ઉપસ્થિત લોકોઍ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના સૂત્રો બોલાવી ઈસ્કોનના હરિભક્તો દ્વારા ધુન થઈ હતી. યોગી પટેલે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના હિન્દુ લઘુમતીઓને નિશાને લઈને હત્યાઓ કરવામાં આવી રહી છે જેને અમે વખોડીઍ છે.

Protest by Indians

તેમણે બાંગ્લાદેશની સરકાર હિન્દુ લઘુમતીઓને રક્ષણ આપે તથા કટ્ટરવાદી તત્વો સામે કાર્યવાહી કરે તેવી માગ કરી હતી. દરમિયાન લોસ ઍન્જલસ ખાતેના બાંગ્લાદેશ કોન્સ્યુલેટ જનરલે ઍક પ્રેસનોટ જારી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સરકાર દ્વારા બંધારણીય આપવામાં આવેલા અધિકારની જાળવણી માટે પ્રતિબદ્ધ છે અને બાંગ્લાદેશ સરકાર ત્યાના દરેક લોકોને જે અધિકારો મળ્યા છે. તેને રક્ષણ કરવાની ખાતરી આપે છે.

Whatsapp Join Banner Guj