Russia Ukraine war Update

Russia-Ukraine war Update: યૂક્રેનમાં અંતોનોવ એરપોર્ટ પર રશિયાનો કબજો, હુમલામાં અનેક નાગરિકોના મોત- વાંચો આ સાથે તમામ અપડેટ

Russia-Ukraine war Update: પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી પણ આપી કે કોઈ આ મામલે હસ્તક્ષેપ ન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ Russia-Ukraine war Update: યુક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ જાહેરાત કરી. આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. UN એ કહ્યું કે રશિયા પોતાના સૈનિકોને હુમલા કરતા રોકે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યુક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા થયાના મીડિયા રિપોર્ટ્સ છે. પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી પણ આપી કે કોઈ આ મામલે હસ્તક્ષેપ ન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે. 

  • યુક્રેનના ભાગોમાંથી સતત યુદ્ધની તસવીરો આવી રહી છે. પોતાના હથિયારોથી સજ્જ રશિયાની સેના યુક્રેનના ઘણા ભાગોમાં સતત પ્રવેશ કરી રહી છે. તાજેતરમાં, યુક્રેની મીડિયાએ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે જે દર્શાવે છે કે કેવી રીતે રશિયન સૈનિકો સતત તેમના ભાગોમાં આવી રહ્યા છે.
  • રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને ભારત સરકારને મદદની અપીલ કરી છે. જે બાદ યુપીમાં ચૂંટણી પ્રવાસ પર રહેલા પીએમ મોદીએ યુક્રેન સંકટને લઈને બેઠકની વાત કરી છે. આ બેઠકમાં સુરક્ષા વિભાગના અનેક અધિકારીઓ સામેલ હોવાનું વાત કહેવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ Big News students trapped in ukraine: યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, સરકારે શરુ કરી 24 કલાકની હેલ્પલાઇન

  • રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે સવારે બંને દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયું હતું. સવારથી ચાલી રહેલા યુદ્ધમાં બંને દેશના ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુક્રેનની સરકારે જાહેરાત કરી છે કે તેઓ રશિયા સામે ઝુકશે નહીં અને મક્કમતાથી લડશે. આ ક્રમમાં યુક્રેને તેના તમામ નાગરિકોને યુદ્ધમાં સહયોગ આપવા જણાવ્યું છે.
  • યૂક્રેની મીડિયાએ દાવો કર્યો છે કે યૂક્રેની સેના અત્યાર સુધી રશિયાના સાત લડાકૂ વિમાનોને ઉડાવી દીધા છે. રશિયા દ્વારા અલગ દેશની માન્યતા મેળવેલા લુહાંસ્ક પ્રાંટમાં યૂક્રેને તોડી સાતમું લડાકુ વિમાન. 
  • રશિયાના હુમલામાં યૂક્રેનને ભારે નુકસાન, અત્યાર સુધી 40 સૈનિકોના મોત
  • યૂક્રેનનો દાવો- રશિયાના હુમલામાં વધુ 40 સૈનિકોના મોત, અનેક ઘાયલ
  • આ દરમિયાન યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘અમે રશિયા સામે ઝૂકશું નહી.’
  • બ્રિટેને યૂક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી છે. બ્રિટેને કહ્યું કે તે આ મામલે નિર્ણાયક જવાબ આપશે. 
  • યૂક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ભારતમાં યૂક્રેનના રાજદૂત ઇગોર પોલિખા પત્રકાર પરિષદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘અમે અમારી ક્ષેત્રી અખંડતાની રક્ષા માટે તૈયાર છીએ. આ ઉપરાંત તેમણે ભારત પાસે મદદ માંગતા કહ્યું કે સ્થિતિ સુધારવા માટે ભારત મદદ કરે. તેમણે કહ્યું કે આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી હસ્તક્ષેપ કરે. 
  • યુદ્ધ વચ્ચે યૂક્રેને મોટો દાવો કરતાં કહ્યું કે તેણે રશિયાના 6 એરક્રાફ્ટને તોડી પાડ્યા છે. આ સાથે જ આ દાવો કર્યો છે કે યૂક્રેને 50 રશિયાના સૈનિકોને ઠાર માર્યા છે. 

હેલ્પલાઈન નંબર
યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. આ સાથે જ ત્યાં ફસાયેલા લોકો વેબસાઈટ ઉપર પણ મદદ માંગી શકે છે. 

No description available.
Gujarati banner 01