Night Curfew image 600x337 1

Gujarat night curfew: રાજ્ય સરકારે મહાનગરોમાં નાઇટ કર્ફ્યુને લઇ લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

Gujarat night curfew: કોરોના કેસમાં ઘટાડો થતા જ રાજ્ય સરકારે લીધો નિર્ણય

ગાંધીનગર, 24 ફેબ્રુઆરીઃ Gujarat night curfew: રાજયના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં અમલમાં મુકવામાં આવેલ રાત્રિ કર્ફ્યું તા.૨૫.૨.૨૦૨૨થી દૂર કરવામાં આવે છે. સમગ્ર રાજયમાં નીચે મુજબના નિયંત્રણો તા.૨૫.૦૨.૨૦૨૨ થી તા. ૦૧. ૦૩. ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

  • તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુધ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
  • તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.

આ પણ વાંચોઃ Russia-Ukraine war Update: યૂક્રેનમાં અંતોનોવ એરપોર્ટ પર રશિયાનો કબજો, હુમલામાં અનેક નાગરિકોના મોત- વાંચો આ સાથે તમામ અપડેટ

74cedf57 9867 4444 8111 49a0fac838d1
Gujarati banner 01