Russian army captured Kherson

Russian army captured Kherson: રશિયન સેનાને યુક્રેનમાં મળી મોટી સફળતા, ખેરસોન શહેર પર કર્યો કબજો- મેયરે નાગરિકોને ના મારવા વિનંતી કરી

Russian army captured Kherson: ખેરસોનના મેયર ઈગોર કોલીખેવએ આ અંગેની પૃષ્ટિ કરતા કહ્યું કે, રશિયન સેના શહેરની કાઉન્સિલની બિલ્ડિંગમાં ઘૂસી અને તેમણે શહેરના નાગરિકો પર કર્ફ્યુ લાગુ કરી દીધો છે

નવી દિલ્હી, 03 માર્ચઃ Russian army captured Kherson: રશિયન સેના દ્વારા સતત યુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે રશિયન સેનાને યુક્રેનમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. રશિયન સેનાએ યુક્રેનના મહત્વના શહેર ખેરસોન પર પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે. એક સપ્તાહ પહેલા યુક્રેન વિરૂદ્ધ શરૂ થયેલા આ યુદ્ધ બાદ રશિયન સેનાને આ પહેલી મોટી સફળતા મળી છે. ખેરસોનના મેયર ઈગોર કોલીખેવએ આ અંગેની પૃષ્ટિ કરતા કહ્યું કે, રશિયન સેના શહેરની કાઉન્સિલની બિલ્ડિંગમાં ઘૂસી અને તેમણે શહેરના નાગરિકો પર કર્ફ્યુ લાગુ કરી દીધો છે. 

તે સિવાય રશિયન સેના યુક્રેનના અનેક શહેરોમાં ભારે બોમ્બમારો કરી રહી છે. રશિયન સેનાએ બુધવારે સૌથી વધારે તબાહી મચાવી હતી. આ બધા વચ્ચે યુક્રેનમાં રશિયન સેના દ્વારા યુદ્ધ દરમિયાન કરવામાં આવી રહેલા અપરાધની તપાસ શરૂ કરી દેવાઈ છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે. 

રશિયાએ પહેલી વખત એ વાતનો સ્વીકાર કર્યો છે કે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના 498 સૈનિકોના મોત થયા છે જ્યારે 1,597 સૈનિકો ઘાયલ થયા છે. જોકે યુક્રેનના દાવા પ્રમાણે રશિયાના હજારો સૈનિકો માર્યા ગયા છે. 

આ પણ વાંચોઃ Students rerurn from ukraine: યુક્રેનથી પરત આવ્યા 100 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, એક દીકરીની માતાએ મોદી સરકારનો માન્યો આભાર

યુક્રેનના દાવા પ્રમાણે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 2,000થી પણ વધારે સામાન્ય નાગરિકોના મોત થયા છે. યુએનના અહેવાલ પ્રમાણે યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ બાદ 10 લાખ લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા છે અને તેઓ બેઘર બન્યા છે. 

ખેરસોનના મેયરે ફેસબુક પોસ્ટ દ્વારા રશિયન સેનાને વિનંતી કરી હતી કે, તેઓ સામાન્ય નાગરિકોને ન મારે. તેમના કહેવા પ્રમાણે શહેરમાં યુક્રેનનો કોઈ સૈનિક નહોતો. શહેરમાં રાતના 08:00 વાગ્યાથી સવારના 06:00 વાગ્યા સુધી આકરો કર્ફ્યુ છે. માત્ર 2 જ લોકોને એકસાથે બહાર જવાની મંજૂરી છે. ખાદ્ય સામગ્રી, દવા કે અન્ય જરૂરી સામાન હોય તેવા વાહનોને જ બહાર નીકળવાની મંજૂરી છે. સાથે જ આ ગાડીઓને ઓછી ઝડપે જવા માટે કહેવામાં આવેલું છે. 

Gujarati banner 01