Gujarat finance minister

Gujarat Budget 2022: નાણાંમંત્રી કનુભાઈ બજેટ લઈને આવ્યા, CM બોલ્યા બજેટ પ્રજા લક્ષી હશે

Gujarat Budget 2022: આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કરશે

ગાંધીનગર, 03 માર્ચઃ Gujarat Budget 2022: ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવશે. નાણાંમંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે બજેટ પ્રજાલક્ષી હશે. બજેટ સત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.

બજેટ ઓનલાઇન રજૂ કરવાના અરમાન ફરી એકવાર અધૂરા
ગુજરાત વિધાનસભામાં આ વખતનું (Gujarat Budget 2022) બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા, પણ અંતે એના અરમાન અધૂરા રહી ગયા છે. બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવકક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફત તનતોડ મહેનત કરી હતી,

જેમાં બજેટલક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગોમાંથી સમયસર અને વ્યવસ્થિત ના આવતાં સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર ઊણી ઊતરી ગઈ છે.

Gujarat Budget 2022

જેથી આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કરશે.આ બજેટની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાનું પ્રથમ બજેટ છે. આ બજેટ અંદાજે રૂ. 2.35 લાખ કરોડનું રહેવાની સંભાવના છે.

ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસ માટે આ બજેટસત્ર મહત્ત્વનું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટસત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલાં મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એક તરફ રાજ્ય સરકાર ફૂલગુલાબી બજેટ રજૂ કરવા માટે મથામણ કરી રહી છે તો બીજી બાજુ આ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને વિવિધ મોરચે ભીડવવા માટે તખતો તૈયાર કરી રહ્યું છે.

આ પણ વાંચો: Russian army captured Kherson: રશિયન સેનાને યુક્રેનમાં મળી મોટી સફળતા, ખેરસોન શહેર પર કર્યો કબજો- મેયરે નાગરિકોને ના મારવા વિનંતી કરી

કૃષિ યુનિ. અને જમીન પચાવી પાડતા વિધેયક રજૂ કરાશે
આ બજેટસત્ર 22 દિવસ સુધી ચાલશે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારિતા, કૃષિ વિભાગની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ પર 4 દિવસ ચર્ચા થશે તેમજ વિધાનસભા ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વધી શકે
વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારની 122 બેઠકને પ્રભાવિત કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહી છે. આ પૈકી સૌથી મોટી કહી શકાય એવી વગર વ્યાજની રૂ. 3 લાખની શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વિધાનસભા સત્ર દરમિયાન વધારી રહીં હોવાનું સુત્રોનું કહેવું છે. રાજય સરકાર એવું માને છે કે ચોમાસામાં જેટલી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે તેટલા ખેડૂતો નાણાકીય ભીડને કારણે કદાચ શિયાળુ કે ઉનાળુ પાકમાં ખેતી કરતા નથી.

સૂત્રોના કહ્યા પ્રમાણે રાજ્યમાં આશરે 54 લાખ ખેડૂતો છે. આ ખેડૂતો પૈકી 29 લાખ ખેડૂતો ચોમાસામાં શોર્ટ ટર્મ ક્રોપ્સ લોન મેળવે છે, બાકીના 25 લાખ ચોમાસામાં લોન મેળવતા નથી. ચોમાસામાં રાજ્યમાં 90 લાખ હેકટરમાં કૃષિ થાય છે, જ્યારે શિયાળામાં આશરે 50 લાખ હેકટરમાં કૃષિ થાય છે. મતલબ કે ચોમાસાની સરખામણીએ શિયાળામાં 40 લાખ હેકટરમાં કૃષિ થતી નથી.

Gujarati banner 01