Shahid Latif Encounter

Shahid Latif Encounter: પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર મરાયો, જાણો તેના વિશે…

Shahid Latif Encounter: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાનવાલાનો વતની શાહિદ લતીફ ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો

નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ Shahid Latif Encounter: ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની આજે સવારે પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. મૂળ પાકિસ્તાનનો વતની આતંકવાદી ભારત પઠાણકોટમાં હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આજે સવારે સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.

2016માં પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. આ હુમલામાં સેનાના સાત જવાન શહીદ થયા હતા. સરહદ પાર બેઠેલો રશીદ લતીફ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું એનઆઈએની તપાસમાં જણાવા મળ્યું હતું.

પઠાણકોટ એરફોર્સ સ્ટેશન સરહદની નજીક છે. સેનાના મહત્વપૂર્ણ હથિયારો અહીં રાખવામાં આવે છે. આ એરફોર્સ સ્ટેશને 1965 અને 1971ના યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મિગ-21 ફાઈટર પ્લેનનું બેઝ સ્ટેશન છે.

16 વર્ષ ભારતની જેલમાં વિતાવ્યા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાનવાલાનો વતની શાહિદ લતીફ ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. તેની વિરુદ્ધ NIAએ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. તે ભારત સરકાર દ્વારા લિસ્ટેડ આતંકવાદી હતો. તે જેશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. તે સિયાલકોટ સેક્ટરનો કમાન્ડર હતો. જે ભારતમાં આતંકવાદીઓના પ્રવેશ પર નજર રાખવામાં અને આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં સામલે હતો.

શાહિદ લતીફની 12 નવેમ્બર,1994ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 16 વર્ષ ભારતીય જેલમાં રહીને 2010માં વાઘા મારફતે દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

પઠાણકોટમાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો શાહિદ

જણાવી દઈએ કે, 2 જાન્યુઆરી 2016ના રોજ પંજાબના પઠાણકોટમાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ હતો. આ સિવાય શાહિદ ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરવાના કેસમાં પણ આરોપી હતો.

આ પણ વાંચો… World Sight Day: જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની આંખની સારવાર અને વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો