Sri Lanka political crisis

Sri Lanka political crisis: શ્રીલંકામાં ઈમરજન્સી જાહેર, પ્રદર્શનકારીઓએ સંસદ ભવન-PM હાઉસને ઘેર્યા

Sri Lanka political crisis: ગોટાબાયાએ હજુ સુધી રાજીનામુ નથી આપ્યું અને તેઓ દેશ છોડીને ભાગી ગયા છે જેથી લોકો ખૂબ જ રોષે ભરાયા છે

નવી દિલ્હી, 13 જુલાઇઃ Sri Lanka political crisis:શ્રીલંકાનું આર્થિક અને રાજકીય સંકટ વધારે વિકટ બની રહ્યું છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને સહપરિવાર માલદીવ ભાગી ગયા છે જેથી જનતા વધારે ઉશ્કેરાઈ છે. ગોટાબાયાએ હજુ સુધી રાજીનામુ નથી આપ્યું અને તેઓ દેશ છોડીને ભાગી ગયા છે જેથી લોકો ખૂબ જ રોષે ભરાયા છે. 

ઉશ્કેરાયેલા લોકોએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધા છે અને આ પ્રકારના ઉગ્ર માહોલ વચ્ચે શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. રાજપક્ષે હાલ માલદીવમાં છે અને ત્યાંથી દુબઈ જવાના છે. ઉશ્કેરાયેલા લોકોએ અગાઉ વડાપ્રધાનના અંગત આવાસ પર કબજો જમાવીને તેને આગના હવાલે કર્યું હતું. 

આ પણ વાંચોઃ Important decision regarding education: વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા અંગે રાજ્ય સરકારનો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રીએ?

ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા ત્યાર બાદ શ્રીલંકાની જનતાએ સંસદ અને પીએમ હાઉસ પર આક્રમણ કર્યું છે. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકામાં ઈમરજન્સીની જાહેરાત કરવી પડી છે. સાથે જ તોફાન કરી રહેલા લોકોની ધરપકડ કરીને તેમના વાહનો જપ્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Guru Purnima 2022: આજે ગુરુ પૂર્ણિમા, પૂનમનો ચાંદ ખાસ જોજો- આકાશમાં વાદળો છવાયેલા હોય છે અને ચંદ્ર દેખાતો નથી- વાંચો આ રસપ્રદ કહાની

આ પણ વાંચોઃ jaya-parvati vrat: જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર

Gujarati banner 01