jitu vaghani

Important decision regarding education: વરસાદી વાતાવરણમાં રાજ્યની શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય ચાલુ કે બંધ રાખવા અંગે રાજ્ય સરકારનો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રીએ?

Important decision regarding education: સ્થાનિક સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી નિર્ણય લઈ શકશે : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

ગાંધીનગર, 13 જુલાઇઃ Important decision regarding education: રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદી વાતાવરણને કારણે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા, કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે કે, સ્થાનિક વરસાદી સ્થિતિ અનુરૂપ શૈક્ષણિક કાર્ય બંધ કે ચાલુ રાખવા અંગે શહેર-જિલ્લાના સક્ષમ સત્તાધિકારી એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ શકશે.

મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, વરસાદી વાતાવરણની સ્થિતિમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે કરેલ પરામર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વરસાદી વાતાવરણમાં સ્થાનિક સ્થિતિ અનુરૂપ સરકારી/ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ/કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં યથાસ્થિતિ જિલ્લા/શહેર સ્તરે કલેકટર, મ્યુનિ.કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સબંધિત જિલ્લા/શહેરના સ્થાનિક વહીવટીતંત્રના પરામર્ષમાં કોઈ ચોક્કસ વિસ્તાર અથવા જિલ્લા/શહેરના તમામ વિસ્તાર માટે સબંધીતો સાથે પરામર્શ કરી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ/બંધ રાખવા/પૂન: શરૂ કરવા અંગે જરૂરી નિર્ણય લઈ શકશે.

આ પણ વાંચોઃ Guru Purnima 2022: આજે ગુરુ પૂર્ણિમા, પૂનમનો ચાંદ ખાસ જોજો- આકાશમાં વાદળો છવાયેલા હોય છે અને ચંદ્ર દેખાતો નથી- વાંચો આ રસપ્રદ કહાની

આ પણ વાંચોઃ jaya-parvati vrat: જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર

Gujarati banner 01