Urja part 19

Urja part-19: ઉર્જાનું વૈધવ્ય જીવન ભાગ:2

Urja part-19: પ્રકરણ:19.ઉર્જાનું વૈધવ્ય જીવન ભાગ:2

         Urja part-19: ઉર્જા પાસે આવતા પણ મનથી અચકાટ વર્તાઈ રહ્યો હતો.ઉર્જા પ્રણયની છબી સામે જોઈ રડ્યા કરતી,પોતાની જાતને પોતાના રૂમમાં બંધ કરી રાખતી,અંજનાબહેને મનોમન નક્કી કર્યું કે ઉર્જાને આઘાતમાંથી જરૂર બહાર લાવશે.રાત્રીનો સમય હતો,અચાનક અંજનાબહેનની ઊંઘ ઉડી ગઈ તેઓ પાણી પીવા માટે રસોડામાં ગયાં.ત્યાં હિંબકા ભરવાનો અવાજ આવી રહ્યો હતો.અંજનાબહેન ઉર્જાના રૂમ તરફ જઈ રહ્યા હતા.ત્યા ઉર્જા મૃત પ્રણયના ફોટા સામે હિબકા ભરી રહી હતી,

તેને આવી હાલતમાં જોઈ અંજનાબહેનને સફાળા તેના રૂમ આગળ પહોંચી ગયા.હિબકા ભરતી ઉર્જાને  સાંત્વના પાઠવા માંગતા હતાં,પરંતુ તેમના તરફથી થયેલું ઓરમાયુ વર્તન તેમને ઉર્જાની પાસે જાતા રોકી રહ્યું હતું.પરંતુ તેઓએ પોતાની જાતને સ્વસ્થ કર્યા પછી.તેઓએ ઉર્જાના રૂમને નોક કર્યું.ઉર્જા શોકમાં ડૂબી હતી,એટલે તેઓ નોક કર્યા વગર જ અંદર ઘૂસી ગયાં.સાસુમાને આમ અચાનક જોઈ પોતાની જાતને સ્વસ્થ કરતાં ઉર્જાએ કહ્યું”મમ્મી તમે અચાનક અહીં…”

અંજનાબહેન પાસે કોઈ જવાબ નો હતો.તેઓ પોતાના મૃત દિકરાના શૌકમાં એટલા તે વ્યાકુળ થઈ ગયા કે પોતાની દિકરી ઉર્જાનો વિચાર સુધાય ન કર્યો,જે હંમેશા તેમની સાથે ખભાથી ખભો મિલાવી ચાલી અને પોતે દિકરી દિકરી કહી ઉર્જાને આમ જ નોંધારી કરી નાંખી.પોતે આટલી સ્વાર્થી માં કેવી રીતે હોઈ શકે?ઉર્જાની આ હાલતમાં તેને માતા તરીકે હૂંફ આપવાની જગ્યાએ પ્રણયના મૃત્યુ માટે ઉર્જા જવાબદાર એવું મેં એને વારંવાર જતાવ્યુ છે.


      જ્યારે ઉર્જાને મારી જરૂર હતી ત્યારે મેં એને મેણાં -ટોણાં સાંભળવા માટે સમાજ વચ્ચે લાચાર પરિસ્થિતિમાં છોડી દીધી એ વાત તેમને મનોમન દંડી રહી હતી,પ્રણયનુ અકાળે મૃત્યુ થવું એ તો વિધાતાની ઇચ્છા હતી,તેની ઈચ્છા સામે સૌ લાચાર મારે આ સમજવું જોઈતું હતું પણ હુ એટલી તે સ્વાર્થમાં અંધ થઈ ગઈ,કે એ પળ માટે. ભૂલી ગયેલી કે ઉર્જા પણ કોઈની દિકરી છે જે પોતાનો પરિવાર છોડી અહીં આવી છે,એ…તો મને માં કહેતી હતી…મને માં બનતા એ ન આવડ્યું.
મનમાં પછતાવાના વંટોળ છવાયેલા હતાં.


       પ્રણયનુ મૃત્યુ મારી લાપરવાહીના કારણે થયેલું.એમાં આ દિકરી તો નિર્દોષ છે!આ સમજ મને આવી તો પણ ઘણી મોડી આવી.હું જાણે અજાણે મારી આ દિકરી સાથે અન્યાય કરી બેઠી,મારી ભૂલ માફીને તો લાયક નથી જ.ઉર્જા મને માફ કરી દેજે.
        અંજનાબહેનના આંસુ પોછતા ઉર્જા કહે”મમ્મી તમારે હાથ ન જોડવાના હોય હું પણ તમારી દિકરી છું સંજુ જેવી જ ને મમ્મીનો તો પૂરો હક હોય બાળક પર અને આમ પણ વડીલોના હાથ હંમેશા આશીર્વાદ આપવા માટે જ હોય નહીં કે માફી માંગવા.મમ્મી જે થઈ ગયું છે એ તો બદલાઈ નથી જવાનું,સંજુનુ હવે સંજુનો વિચાર કરવાનો છે મમ્મી વધુમાં ઉર્જા કહે,

સંજુને ઘરની પરિસ્થિતિ ન ખબર પડવી જોઈએ,નહીં તો એનું મન અભ્યાસમાં નહીં લાગે.અંજનાબહેન ડોકુ ધૂણાવતા અશ્રુભીના ચહેરે ઉર્જાના વાતમાં હા…મી…ભરે છે.
      અંજનાબહેન ગમગીન અવાજ સાથે કહે”દિકરી ઉર્જા જૂની વાતો અને યાદો ભૂલવા માંગીએ તો પણ નથી ભૂલી શકાતી.
મારી ભૂલ ના કારણે તો દિકરા તુ આવી ઉમ્રકેદ ભોગવી રહી છો,તેને પ્રણયે કેટલા સપનાં સજાયા હશે?ને મારા કારણે તું આવો દિવસ જોઈ રહી છે.”છતાંય તુ મને માં માને છે એ તારી ખાનદાની છે.”

       મમ્મી ખેર હવે આનો કોઈ અર્થ નથી.આ વાતને યાદ કરી દુઃખી થવાનો.
       પરંતુ હવે જાગ્યા ત્યારથી સવાર”પરંતુ પ્રણયની યાદ ઉર્જાને  રડતા નથી રોકી શકતી.ઉર્જાને પ્રેમથી સાંત્વના પાઠવે છે,ઉર્જા અને અંજનાબહેન પહેલા
ના દિવસો યાદ કરીને પોતાની જાતને રડતા નથી રોકી શકતા.ઉર્જા હવે અંજનાબહેનમાં પોતાની શોધી રહી હતી.
       
    અંજનાબહેને ઉર્જાને હિંમત આપતાં કહ્યું”બેટા હવે તું પોતાની જાતને એકલી લાચાર ન સમજતી,તારી મા હજી જીવે છે,એ ઉર્જા ચાલ દિકરા હવે શાંત થઈ જા તને દિકરા પ્રણયના કસમ છે.
ઉર્જા પોતાની માં સામે રડતી હોય તેમ અંજનાબહેન સામે રડતાં રડતાં કહે “મમ્મી પણ એકાએક બની ગયેલો આ બનાવ માથી જેટલી બહાર નિકળુ છું એટલી વધુને વધુ ઉતરતી જાવ છું.

આ અણધારી બાબતે બનેલા બનાવે મને તોડીને રાખી દીધી છે.દાદીએ મારેલું મેણું મને હજીય યાદ છે તમારા દિકરાને હું ભરખી ગઈ,મમ્મી ખરેખર કોઈ પત્ની પોતાના પતિને ભરખી જાય,મમ્મી કોઈ સ્ત્રી આવું શું કામ કરે?મમ્મી…પ્રણયને હું ખુબ પ્રેમ કરતી હતી.કોઈ આમ મારી ઉપર લાંછન લગાવે મને કેમ સહન થાય.”મમ્મી મેં આવું પાપ નથી કર્યું હું તમને કેવી રીતે પુરાવો આપું. મેં તમારા દિકરાને તકલીફ પહોંચાડવાનું સપનાં મા પણ વિચારું તોય મને પોતાની જાત માટે ધિક્કાર થઈ જાય.

અંજનાબહેન આંખ દેખાડી રડતી ઉર્જાને શાંત કરતાં કહે”દિકરા સાચા માટે લડવું પડે છે,એ ઘણું અઘરું હોય છે, પરંતુ અંતે સત્યની જ જીત થાય છે એ યાદ રાખજે,અંજનાબહેન પોતાની વાત પર ઉંડા ઉતરતા કહ્યું”પ્રણયનું મોત એ અણધારી ઘટના હતી,શરીરની જીવલેણ બિમારીએ એનો જીવ લીધો. તે તો મારા દિકરાની સાચાદિલથી સેવા કરી પત્ની ધર્મ નિભાવ્યો હતો,એના સૌ સાક્ષી છીએ.
પ્રણયના અકાળે થયેલા મૃત્યુનો
તારો કોઈ જ કુસૂર નોહતો દિકરા અમે સૌ જાણીએ છીએ કે તુ નિર્દોષ છે,દિકરા સમાજ અને તારા દાદીએ તને આ મેણું પોતાના રુઢ અને જુનવાણી વિચારોને વશ થઈને માર્યું છે.પણ એમને અને સમાજને હવે હું જડબાતોડ જવાબ આપીશ તુ રડ નહીં દિકરા..
           
         ઉર્જાને પોતાના ખોળામાં સુવાડે છે.સાસુમાના વાત્સલ્ય ભર્યા સ્પર્શથી ઉર્જાના ને ક્યારે નિંદર આવી જાય છે એની ખબર જ નથી રહેતી.ઉર્જા ઝબકીને કહે મમ્મી ખરેખર તમને વિશ્વાસ તો છે ને મારી ઉપર….

અંજનાબહેન ઉર્જાને આકરા શબ્દોમાં કહે”ઉર્જા હવે બહુ થયું,તારે આ સમસ્યામાંથી બહાર આવું છે ને સમાજ અને દાદીના મેણાને મૂહતોડ જવાબ આપવો હોય તો જુનુજુનુ બધું મગજમાંથી ભૂંસતી જા…કેમકે તારે હજુય જીવનમાં ઘણું મેળવવાનું છે.

       વધુમાં અંજનાબહેન ઉર્જાને હિંમત આપતાં કહે”દુનિયા સામે તારે પોતાની જાતને પૂરાવાર કરવાની છે.તારે હજી મજબૂત થવાનું છે દિકરા તું આમ હારીશ તો કેમ ચાલશે?

હજી તારા માટે આખીય જીંદગી પડી છે.ચાલ બેટા હવે શાંત થઇ જા.”

“ચાલ…દિકરા…સુઈ..જા…..હું પણ સુઈ જાવ જય શ્રી કૃષ્ણ…”
         દિકરા ઉર્જા શક્ય હોય તો તારી અપરાધીને માફ કરી દેજે.

હવે આગળ…….પ્રકરણ: 20

આ પણ વાંચો…

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *